________________
શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ]. ઈન્દ્રજાળ વડે ખરી રીતે ન હોય છતાં અનેક જાતની વસ્તુઓ જણાય છે, પરંતુ જેમ તે ક્ષણ વારમાં અદશ્ય થઈ જાય છે, તેમ આ સંસારના પદાર્થો પણ નાશવંત છે. જુવાની એટલે યુવાવસ્થા ચંચળ છે એટલે ચપળ અથવા અસ્થિર છે. કારણ કે તે થોડા વખતમાં જતી રહે છે. આ જીવન દર્ભ બિન્દુ એટલે દાભ નામના ઘાસની ટોચ ઉપર રહેલ પાણીના બિન્દુ જેવું છે. જેમ દાભના અગ્ર ભાગ ઉપર રહેલ પાણીનું ટીપું થોડા વખત રહીને પવન આવે કે તરત ખરી પડે છે તેમ આ જીવન પણ થોડા જ વખતમાં પૂરું થાય છે. અથવા તે બિન્દુ ક્યારે ખરી પડશે તેને ભરોસો નથી, તેમ આ જીવન પણ કયારે પૂરું થશે તેની કાંઈ ખાત્રો નથી. ચાલુ ભવના આયુષ્યમાંથી કેટલુંક આયુષ્ય (લગભગ નવ મહિના મનુષ્ય ભવની અપેક્ષાએ) તે ગર્ભને વિષે દુઃખમય એટલે દુઃખમાં જાય છે ૭ અંધ જેવું બાળ વયમાં વાવને લેઉપપણે,
સુપ્ત જેવું ઘડપણે તું જાણુ તારા જીવનને ચિવને જિમ વિષય કાજે તેમ યત્ન મુકિતને,
સાધવાને જે કરે તો શું રહે ન્યૂન જીવ તને. ૮ સ્પષ્ટાર્થ–બાળ વયમાં એટલે બાલ્યાવસ્થામાં અંધ જેવું એટલે આંધળાની પેઠે સંસારી જીવનું આયુષ્ય જાય છે. કારણ કે જેમ આંધળો માણસ દેખી શકો નથી તેમ બાલ્યાવસ્થામાં જીવને હિતાહિતની સમજણ હોતી નથી, તેથી તે અવસ્થામાં તેનાથી ધર્મ કાર્ય વગેરે પણ બની શકતું નથી. તથા યુવાવસ્થામાં લોલુપપણામાં એટલે વિષય લાલસાએમાં આયુષ્ય ફેગટ ચાલ્યું જાય છે. કારણ કે જુવાનીમાં બધી ઇન્દ્રિયે પૂર જેસમાં હોય છે તેથી તે વખતે વિષયેની લાલસા તીવ્ર હોય છે, તેમાં આસક્ત થઈને આયુષ્ય એળે ગુમાવે છે. તથા ઘડપણમાં સુપ્ત એટલે સુતેલાની પેઠે તારૂં આયુષ્ય ચાલ્યું જાય છે એમ તું જાણજે, કારણ કે જેમ સુતેલા માણસથી ધર્મ કાર્ય અથવા બીજું કામ થઈ શકતું નથી તેમ ઘડપણમાં સમજણ છતાં પણ તથા ધર્મ કાર્ય કરવાની ઈચ્છા કદાચ હોય તે પણ તે વખતે ઈન્દ્રિયની શક્તિ નબળી પડી જતી હોવાથી ધર્મારાધન થઈ શકતું નથી. આ વાત લક્ષ્યમાં રાખી હે જીવ! યુવાવસ્થામાં પૂર્ણ શક્તિ હોવાથી તું વિષયને માટે જેવા પ્રયત્ન કરે છે તેવા પ્રયત્નો જે મુક્તિને એટલે મોક્ષને સાધવા માટે કરે છે તેમાં શી ખામી રહે? અથવા તે વખતે જ મોક્ષ સાધનાને માટે પ્રયત્ન થઈ શકે તેમ છે. ૮ વીંટાય જેમ કરોળીઓ નિજ લાળ કેરા તંતુએ,
તેમ પ્રાણી કર્મપાશે તૃભવ પુણ્ય પામીએ; આર્ય દેશાદિક છતાં જે આત્મહિત ના આચરે,
ભેજન છતાં ભૂખ્યા રહેલા નર સમો તે છે ખરે. હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org