________________
[ શ્રીવિજયપધસૂારકૃતલઈને સત્તામાંથી નીકળી જાય (વિખરી જાય છે, પણ નિકાચિત બંધ થયા બાદ ભાવી તીર્થકરના જીના આચાર-વિચાર ને ઉચ્ચાર ઘણાં જ ઉંચી કેટીન હોય છે. તીર્થકર નામકર્મનો અનિકાચિત (શિથિલ) બંધ છેલલા ભવથી પશ્ચાનુપૂવીએ (ઉલટા ક્રમે) ગણતાં નિકાચિત બંધના કારણભૂત ત્રીજા ભવની પહેલાં પણ થઈ શકે છે. તે બંધ રાજ વિમલવાહનને અત્યારે હતો. તેના પ્રભાવે તેમની આત્મદષ્ટિ પણ સતેજ હતી. તેથી વિષય કષાય પ્રત્યે તેમને તિરસકાર ભાવ વર્તતે હતે. રાજા વિમલવાહનની આ સ્થિતિ અપૂર્વ બોધ આપે તેવી છે. ૫ છીપ જેવા પાત્રમાંહી દાન રંગે આપતા,
નિજ પ્રજાને ધર્મ માર્ગે શાંતિ પ્રેમે દેરતા યુદ્ધાદિ વીર તે ધર્મ સાધી સફલ કરતા જન્મને,
એક દિન આવું વિચારે મન ધરી વૈરાગ્યને. ૬ સ્પાઈ–વળી આ વિમલવાહન રાજા છીપ સમાન ઉત્તમ પાત્ર જે મુનિ મહારાજ વગેરે તેમને રંગે એટલે ઘણું આનંદ પૂર્વક દાન આપતા હતા. વળી પિતાની પ્રજાને શાંતિ પૂર્વક એટલે બળ વાપર્યા સિવાય સમજાવીને તથા પ્રેમ પૂર્વક ધર્મ માર્ગમાં એટલે ધર્મ સાધવામાં દેરતા હતા જેમ આ રાજા યુદ્ધાદિ વીર એટલે લડાઈ વગેરેમાં શુરવીર હતા તેમ ધર્મ સાધવામાં પણ શૂરવીર હતા. તેથી તેઓ પોતાના મનુષ્ય ભવને ધર્મ સાધના કરી સફલ બનાવતા હતા. એક વખતે આ રાજા મનમાં વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પ્રમાણે (આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે) વિચારણ કરતા હતા. ૬ હવે વિમલવાહન રાજા વૈરાગ્યથી કેવી ભાવના ભાવે છે તે છ ગાથાઓમાં જણાવે છે – નિ ઘુમરથી ભયંકર ભવજલધિને જાણજે,
ઈંદ્ર જાલ સમી સ્થિતિ ભવ અર્થની ના ભૂલજે; ચંચલ જુવાની દર્ભબિંદુના સમું જીવન અરે,
- કેટલુંક આયુષ્ય દુઃખમય જાય ગર્ભ વિષે ખરે. ૭ સ્પાર્થ– હે જીવ! તું આ ભવજલધિ એટલે સંસાર સમુદ્રને યોનિ એટલે ઉપજવાનાં સ્થાન જે ચોરાશી લાખ કહેવાય છે તે રૂપી ઘુમરો એટલે પાણીના વમળે (આવર્ત –ભમરી-કુંડાળાએ) કરીને ભયંકર જાણજે. જેમ સમુદ્રમાં ઘુમરીની અંદર સપડાએલ જીવ આમ તેમ અથડાયા કરે છે અને દુઃખી થાય છે ને તેમાંથી છૂટી શકતું નથી, તેવી રીતે આ સંસાર રૂપી સમુદ્રમાં યોનિ રૂપી ઘુમરીમાં સપડાએલા છો પણ બહુ જ દુઃખી થાય છે અને સંસારમાં અનેક ભ કરીને આમ તેમ અથડાયા કરે છે. વળી ભવ અર્થ એટલે સંસારના પદાર્થોની સ્થિતિ (સ્વરૂપ) ઈંદ્રજાળ જેવી છે, તે વાત તું ભૂલીશ નહિ. જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org