________________
ભાવ રત્નત્રયી દાયક-મદીયાત્મ દ્વારક-પરમપકારિશિરોમણિ પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રીવિજય નેમિસૂરીશ્વર
ચરણકિંકર—વિનેયાણુશાસ્ત્રવિશારદ કવિદિવાકર-આચાર્ય શ્રી વિજય
પદ્રસૂરિ-વિરચિત શ્રી ગૌતમ સ્વામીન રાસ
છે મંગલાચરણ વિમલેશ્વર ચકેશ્વરી, પરિપૂજિત સિદ્ધચક નેમિ જિણુંદ ગુરૂપદ નમી, જેને સેવે શક. ૧ તે શ્રી વીર જિણુંદના, એકાદશ ગણધાર, શ્રી ગૌતમ મોટા તિહાં, વિનયવંત સરદાર. ૨ બેસતા વર્ષ પઢીયે, પામ્યા કેવલનાણુ તે ગોતમ ગુરૂ રાસને, વિરચું ધરી બહુ માન. ૩ સુણતાં ભણતાં સંપજે, દિનદિન મંગલમાલ, ગુરૂ ગૌતમ ગુણ ગાવતાં, ધર્મ શાંતિ ત્રણ કાલ. ૪
અઢારમે ભવ વીરપ્રભુ, ત્રિપૃષ્ઠ વાસુદેવ ગૌતમ તેના સારથી, તે સમયે કરે સેવ. ૧ વિશાખાનંદી સિંહ થયે, વાસુદેવના હાથ; મરતાં આશ્વાસન દીયે, સારથિ નવકાર સાથ. ૨ સત્યાવીશમા ભવ વિષે, તે ત્રિપૃષ્ઠ વીર થાય; સારથિ ઇદ્રભૂતિ થયા, સિંહ તે ખેડુત થાય. ૩
ઢાળ પહેલી
| રાગ–પ્રભુ આપ અવિચલ નામી છે, . જંબુદ્વીપના ઉત્તમ ભરતે, મગધે નરપતિ શ્રેણિક વરતે;
ગુબ્બર ગામે વસુભૂમિ તણી, પૃથ્વીના સુત ઇંદ્રભૂતિ ગુણી. જયેષ્ઠા વૃશ્ચિક રાશી જન્મ્યા, દેખંતા સૌજન હરખાયા
ઉત્તમ લક્ષણધર કાલ ક્રમે, ભણવાની ઉંમર તે પાયા. વર રૂપ પ્રસિદ્ધ ચૌદ વિદ્યાને, જાણે ધારી વિનાયદિકને;
સેહે ધુર સંઘયણ સંસ્થાને, સાત હતું પ્રમાણ ધરે તનને,
૧
૨
૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org