SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિજયપધસૂરિકૃતજમણું ઉપરની દાઢ શકે ઈશાનેન્દ્ર પર ગ્રહી, અમર બલિએ બે નીચેની દાઢ ઈમ ક્રમથી લહી, ૪૧૦ ૫છાથ–પછી ઈન્દ્ર મહારાજના કહેવાથી દેવે તે સળગેલી ચિતાઓમાં ઘી વગેરે નાખે છે. જ્યારે બધાં શરીરે બળી ગયાં ને હાડકાં બાકી રહ્યા ત્યારે મેઘદેવા એટલે મેઘકુમાર નિકાયના ભુવનપતિ દેવે તે ચિતાઓ ઉપર વૃષ્ટિ કરીને તેમને બૂઝવી નાખે છે. પછી પ્રભુની ઉપરની જમણી બાજુની દાઢને શકે એટલે સૌધર્મેન્દ્ર ગ્રહણ કરી. તથા ઈશાનેન્દ્ર ઉપરની ડાબી બાજુની દાઢને ગ્રહણ કરી. અને અસુરકુમાર નિકાયના અમરેન્ટે નીચેની જમણ દાઢને તેમજ બલીન્ટે નીચેની ડાબી બાજુની દાઢને ગ્રહણ કરી. ૪૧૦ ઇંદ્ર બીજા દાંત લેતા શેષ અસ્થિ પ્રહ સુરા, સ્તૂપ રચનાદિક કરીને સુર સહિત હરિ પાંસરા નંદીશ્વરે ઉત્સવ કરી સ્વસ્થાન માણવક સ્તંભમાં, ડાબલામાં દાઢ મૂકી પૂજતા રહી હર્ષમાં. ૪૧૧ સ્પદાર્થ–બીજા ઈન્દ્ર પ્રભુના દાંતને ગ્રહણ કરે છે. તથા પ્રભુના શરીરના બીજા અસ્થિઓને બીજા દેવે ગ્રહણ કરે છે. પછી જે સ્થળે પ્રભુના શરીરને અગ્નિદાહ કર્યો હતે તે સ્થળે સૂપ વગેરેની રચના કરીને દેવ સાથે ઈન્દ્ર મહારાજ સીધા નંદીશ્વર દ્વીપે જાય છે. ત્યાં પ્રભુના નિર્વાણ કલ્યાણકનો અઠ્ઠાઈ મહત્સવ કરીને ઈન્દ્રો સહિત દેવે પિતાપિતાને સ્થાને જાય છે. ઈન્દ્રો ગ્રહણ કરેલી તે દાઢાઓને માણવક સ્તંભમાં ડાબલાની અંદર મૂકીને પરમ ઉલ્લાસથી તે દાઢાની પૂજા કરે છે. ૪૧૧ તે દાઢાની પૂજાનું ફલ તથા કલ્યાણકેનું માહાભ્ય જણાવે છેઃ– “ તેના પ્રભાવે ઈંદ્ર પામે વિજય મંગળ સર્વદા, અજિત પ્રભુના પંચ કલ્યાણક હરે સવિ આપદા, તીર્થપતિના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મ શત્ર હઠાવતા પુણ્યશાલી ભવ્ય વિચારતા. ૪૧ર સ્પષ્ટાર્થ –તે દાઢાના પૂજનથી ઇંદ્ર મહારાજ હંમેશાં વિજય મંગળને પામે છે. આ રીતે ટૂંકામાં વર્ણવેલા શ્રી અજીતનાથ પ્રભુના પાંચ કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ) સર્વ આપત્તિઓને હરણ કરે છે. તીર્થ પતિ એટલે તીર્થકર પ્રભુના ઉત્તમ જીવન (તેના વાંચન-મનન કરવાથી) આત્મદષ્ટિને જગાવે છે. એટલે આત્માનું સ્વરૂપ કેવું છે તેમજ પોતાના આત્માને પણ કેવી રીતે ઉદ્ધાર કરે તે જણાવે છે. અને જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy