________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે].
૨૨૩ સ્પદાર્થ:–વળી એક લાખ પૂર્વમાંથી એક પૂર્વાગ અને બાર વર્ષે ઓછાં કરતાં શેષ કાળ સુધી કેવલીપણે વિચર્યા. પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવના મેક્ષે ગયા પછી પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા વર્ષો ગયા પછી પિતાનું મ્હોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વ વ્યાપક શ્રી અજિતનાથ પ્રભુ મેક્ષે ગયા. તે વખતે પ્રભુની સાથે બીજા એક હજાર સાધુઓ પણ મેક્ષે ગયા. ૪૦૭ સગર મુનિનું નિર્વાણ તથા પ્રભુ વગેરેના શરીરને અગ્નિ સંસ્કાર તથા દાઢાઓનું ગ્રહણ વગેરે ચાર કલેકમાં જણાવે છે – સગર મુનિ કર્મો અઘાતી નષ્ટ કરીને સિદ્ધ થયા,
નિર્વાણના અનુભાવથી ક્ષણવાર નારક સુખ લહ્યા; ઉદ્વિગ્ન હરિ ત્વવરાવતા જલથી પ્રભુના અંગને,
કરે ચંદન લેપ તિમ પહેરાવતા વર વસ્ત્રને. ૪૦૮ સ્પષ્ટાર્થ–સગર મુનિ પણ ચાર અઘાતી કર્મોને નાશ કરીને મોક્ષે ગયા. પ્રભુ નિર્વાણ પામ્યા તેના અનુભવથી એટલે પ્રભાવથી નારકીના જીને પણ ક્ષણ વાર સુખને અનુભવ થયો. પ્રભુના નિર્વાણથી ખેદ પામેલા ઈન્દ્ર મહારાજ પ્રભુના શરીરને પાણીથી સ્નાન કરાવે છે. ત્યાર પછી શરીરની ઉપર ચંદનનું વિલેપન કરીને ઉત્તમ વસ્ત્રો પહેરાવે છે. ૪૦૮
ભૂષણે શણગારતા ઈમ કરત પર મુનિ દેહને,
અન્ય સુર શિબિકા વિષે થાપન કરી તે સર્વને, પાસે ચિતાની લઈ જઈ ત્યાં ગોઠવે અગ્નિ સુરી,
અગ્નિ સળગાવે પવનથી પ્રજ્વલે વાયુ રે. ૪૦૯
સ્પષ્ટાર્થ–પછી ઈન્દ્ર મહારાજ પ્રભુના શરીરને આભૂષણોથી શણગારે છે. એ પ્રમાણે બીજા દેવે બીજા નિર્વાણ પામેલા મુનિરાજોના શરીરનો પણ સ્નાનાદિ વિધિ કરે છે. ત્યાર પછી પ્રભુના શરીરને તથા તે સર્વ મુનિરાજોના શરીરને પાલખીમાં સ્થાપન કરે છે. અને તે શિશિકાઓને ચિતાની પાસે લઈ જાય છે. અને ચિતાને વિષે શરીરને ગોઠવે છે. પછી અગ્નિકુમાર નિકાયના ભુવનપતિ દે તે ચિતામાં અગ્નિ સળગાવે છે. અને વાયુકુમાર નિકાયના ભુવનપતિ દેવો પવન વિકુવીને તે ચિતાઓને સતેજ બનાવે છે. ૪૦૯
દ્રિના આદેશથી દેવે વૃતાદિ નાંખતા,
અસ્થિ શેષે મેઘ દેવા તે ચિતાને બૂઝવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org