________________
૧૦૯
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] તેટલા હજાર વર્ષ જાય ત્યારે તેઓને આહારની ઈચ્છા થાય છે. જેમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે. તેથી તે દેવે તેત્રીસ પખવાડીયા જાય ત્યારે એક શ્વાસોશ્વાસ લે છે. તથા તેત્રીસ હજાર વર્ષ જાય ત્યારે તેમને આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે સર્વત્ર એટલે સઘળા દેવેને આયુષ્ય પ્રમાણે શ્વાસોશ્વાસ તથા આહારની ઈચ્છા જાણવી. એ પ્રમાણે બીજા શ્રી અજિતનાથ પ્રભુએ દેશના પ્રસંગે જણાવ્યું છે. વળી દે ઘણું ભાગે તે શાતા વેદનીયનો જ અનુભવ કરે છે. કદાચ અશાતા વેદનીયનો અનુભવ કરે તે પણ બે ઘડી કાલથી વધારે વખત અશાતા ભગવતા નથી. દેવેને ચવવાનું હોય ત્યારે, તેમજ પિતાથી વધારે બલ ઋદ્ધિવાળા દેવને જોઈને તેમને અશાતા થાય છે. અહીં દેવ ભવમાં, કેટલાએક ભાવી તીર્થકરના છે પણ હેય છે, તેમને અશાતાનો અનુભવ વગેરે અવનના ચિહ્યો હોતા નથી. તેમ તેસઠ શલાકા પુરૂષ ચરિત્રાદિ ગ્રંથમાં જણાવ્યું છે. ૩૩૧-૩૭ર
હવે દેવનું બીજા દેવલેમાં ગમનાગમન જણાવી દેવગતિમાં કયા જી કયાં સુધી ઉપજે છે તે ત્રણ લેકમાં જણાવે છે – અચુત સુધીના દેવ આદિક કરત ગતિ આગતિ અને,
દેવ ગતિમાં તાપસે તિષ્ક સુધી જાતા અને ચરક પરિવ્રાજક સુરાલય બ્રહ્મ સુધી જાતા અને,
સહસ્ત્રાર સુધી જતા પંચેન્દ્રિ તિર્યંચો અને, ૩૩૩ પાર્થ –અશ્રુત સુધીના દેવતા એટલે ભુવનપતિ, ચન્તર, જતિષી તથા સૌધર્માદિક બાર દેવલેક સુધીના દેવતાઓને બીજા દેવલેક વગેરે સ્થલે ગમનાગમન હોય છે. એટલે તે દેવે તીર્થકરના કલ્યાણક વગેરે કારણે તેમજ નંદીશ્વરાદિ દ્વીપ વગેરે સ્થાને મહોત્સવમાં જાય છે. અથવા તેઓ અન્ય કારણે પણ ઈચ્છા મુજબ ઈષ્ટ સ્થળે જાય છે. તેમનાથી ઉપરના દેવ એટલે નવ રૈવેયકના દેવે તથા પાંચ અનુત્તર વિમાનવાસી દે ગમનાગમન કરતા નથી. એટલે તીર્થકરાદિના કલ્યાણકાદિ પ્રસંગોમાં જતા નથી તેમજ બીજા કઈ પણ કાર્ય માટે તેઓ તેમના સ્થાનથી બીજે સ્થાને જતા નથી. તથા તાપસી જે દેવગતિમાં જાય તે ભુવનપતિથી માંડીને તિષી દેવલેક સુધીમાં ઉપજે છે, તેથી આગળ જઈ શકતા નથી. વળી ચરક પરિવ્રાજક ઉત્કૃષ્ટથી બ્રહ્મદેવક નામના પાંચમા દેવક સુધી જાય છે. તથા પંચંદ્રિતિય ઉત્કૃષ્ટથી સહસાર નામના આઠમા દેવલેક સુધી જાય છે. ને જઘન્યથી તેથી નીચેના સ્વર્ગમાં બાંધેલા કર્માનુસારે જાય છે. ૩૩૩
શ્રાવકે વ્રતથી જતા અશ્રુત સુધી મુકિલિંગને,
ધી અભવ્યાદિ ન દુભાયે મક્ષિકાની પાંખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org