________________
( શ્રીવિજયપદ્ધરિકૃતએમ સંયમ સાધતા રૈવેયકે છેલ્લે જતા,
દર્શન અભાવે તે પણ અનુત્તરવિમાને ના જતા. ૩૩૪ સ્પષ્ટાર્થ – શ્રાવક વ્રતથી એટલે દેશવિરતિ ચારિત્રનું પાલન કરીને ઉત્કૃષ્ટથી અશ્રુત નામના બારમા દેવલેક સુધી જાય છે. વળી અભવ્ય છ મુનિલિંગ એટલે સાધુના વેષને ધારણ કરીને એવી રીતે ચારિત્રનું પાલન કરે છે કે માંખીની પાંખને પણ દુભવતા નથી. એવી રીતે સારી રીતે ચારિત્રનું પાલન કરનારા મુનિ વેષધારી (અંતરંગ મિથ્યાત્વી) અભવ્ય જીવે છેલ્લી એટલે નવમી રૈવેયક સુધી જાય છે. આ પ્રભાવ શુદ્ધ ચારિત્રને જાણવે. પરંતુ દર્શન એટલે સમકિતને અભાવ હોવાથી અભવ્ય જીવ અનુત્તર વિમાનમાં જતા નથી. કારણ કે અનુત્તરવાસી દે તે સમ્યગ્દષ્ટિજ એટલે ચોથા ગુણસ્થાનકવાળા હેય છે અને આ અભવ્ય છે. તે મિથ્યાત્વીજ હોય છે. તેમનું મિથ્યાત્વ ગુણસ્થાનક કદાપિ બદલાતું નથી. ૩૩૪
જઘન્યથી તે ચૌદ પૂર્વી બ્રહ્મ સ્વર્ગ વિષે જતા,
| સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્કૃષ્ટથી તેઓ જતા; સદાવ્રતી સાધુ અને શ્રાવક જઘન્ય પણ જતા,
સૌધર્મમાં ઉત્કૃષ્ટથી તેથી ઉપર પણ સુર થતા. ૩૩૫ ૫છાર્થ –ચૌદ પૂર્વધર જઘન્યથી પણ પાંચમા બ્રહ્મ દેવલોકમાં જાય છે. અને ઉત્કૃષ્ટપણે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. સવ્રતી એટલે વ્રતનું સારી રીતે પાલન કરનારા સાધુઓ અને શ્રાવકે જઘન્યથી પણ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં જાય છે. અને ઉત્કૃષ્ટથી ત્યાંથી આગળ પણ જાય છે એટલે શ્રાવક અચુત દેવલેક નામના બારમા દેવલેક સુધી અને શુદ્ધ સંયમી સાધુ સર્વાર્થસિદ્ધ નામને પાંચમા અનુત્તર વિમાનમાં પણ જાય છે. ૩૩૫ હવે દેવોને કેવા કેવા પ્રકારની વિષયેચ્છા હોય છે તે બે લેકમાં જણાવે છે – ભુવનપતિ વ્યંતર તથા તિષ્ક દેવ સવિ વલી,
સૌધર્મના ઈશાનના સુરને શરીર સેવા કહી સંકિલષ્ટકમી તીવ્રરાગી કામસંગી નર પરે,
તે પછી બે સ્વર્ગના સુર સ્પર્શથી તુષ્ટિ ધરે. ૩૩૬ સ્પષ્ટાર્થ ભુવનપતિ દેવોને, વ્યન્તર દેવને તથા તિષી દેવોને તેમજ સૌધર્મ દેવલિક અને ઇશાન દેવકના સઘળા દેવેને મનુષ્યની માફક શરીર સેવા કહી છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org