________________
૧૮
[ ઢોવિજ્યપાસરિકૃતસુધીના દેવે અધિક અધિક કાન્તિવાળા તથા અધિક અપિક સુખ, બળ, ઐશ્વર્ય વગેરેને ધારણ કરનારા જાણવા. ૩૨૮-૩૨૯ હવે દે શ્વાસે શ્વાસ ક્યારે લે છે? તથા તેમને આહારની ઈચ્છા કયારે થાય? તે વગેરે બીના ત્રણ કલેકમાં જણાવે છે – સર્વથી લઘુ આયુ જેનું તેહ સંગ તેકાંતરે,
શ્વાસ લ્ય આહાર ચાહે એક દિનના આંતર પાપમાયુ દેવ એક દિનાંતરે ત્યે શ્વાસને,
દિન પૃથત્વ ગયા પછી તે ચાહતા આહારને ૩૩૦ સ્પષ્ટાથ–જે દેવનું સર્વથી જઘન્ય આયુષ્ય હોય છે એટલે દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે તેઓ સાત સ્તકના અંતરે શ્વાસોશ્વાસ લે છે. સામાન્ય રીતે નીરોગી યુવાન પુરૂષ જેટલા કાલમાં એક શ્વાસ લે અને મૂકે તેને એક શ્વાસોશ્વાસ કર્યો છે. અને તેવા સાત શ્વાસોશ્વાસે એક સ્તોક થાય છે. તેવા સાત તેંકે જઘન્ય આયુષ્યવાળા દેવને એક શ્વાસોશ્વાસ થાય છે અને તે જઘન્ય સ્થિતિવાળા દેવેને આશ્રીને દેવોને જઘન્ય શ્વાસોશ્વાસ જાણવે. વળી આ દેવેને એક દિવસના અંતરે આહાર લેવાની ઈચ્છા થાય છે. જે કે દેવેને મનુષ્યની પેઠે કવલાહાર હોતો નથી, છતાં જ્યારે તેમને આહારની ઈચ્છા થાય ત્યારે આહારને લાયક ક્રિય પુદગલે આહાર રૂપે પરિણમે છે અને તે પુદ્ગલેને દેવો પોતાના શરીર દ્વારા ગ્રહણ કરે છે તેથી તે માહાર કહેવાય છે. હવે જે દેવેનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે તેઓ એક દિવસના અંતરે શ્વાસોશ્વાસ લ્ય છે. અને દિન પૃથકત્વ એટલે બેથી નવ દિવસ સુધીના આંતરે તેમને આહારની ઈચ્છા થાય છે. ૩૩૦
સાગરોપમ જેટલા આયુષ્ય જેનું તેટલા,
" પક્ષે પછી ત્યે શ્વાસ વીત્યે સહસ વર્ષે તેટલા; દેવ તે આહાર ચાહે આયુ તેત્રીસ સાગર,
સર્વાર્થસિદ્ધ જેમ તેત્રીશ પક્ષ વીત્યે તે સુરા. ૩૩૧ શ્વાસ લેતા સહસ તેત્રીશ વર્ષ વીત્યે ચાહતા,
આહારઈમ સર્વત્ર જાણે અજિત પ્રભુ ઈમ ભાષતા; ઘણું કરીને અનુભવે શાતાજ દેવે ભેગવે,
કદિ અશાતા તે ઘડી બેથી અધિક ના અનુભવે. ૩૩૨ સ્પાર્થ –જે દેવેનું જેટલા સાગરેપમનું આયુષ્ય હોય છે તે દેવે તેટલા પક્ષે એક પખવાડીયા ગયા પછી શ્વાસોશ્વાસ લે છે. અને જેટલા સાગરોપમનું આયુષ્ય હાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org