________________
સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે. નરકાદિ ગતિઓમાં મિથ્યાત્વાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈ ગતિમાં ખપાવશે ! દેવે વિષયાસક્ત છે, અને નારકીઓ દુઃખોથી ગભરાયેલા છે, તથા તિર્યંચો વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધનો અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી શ્રી જંબૂ સ્વામી વિગેરે પુણ્યશાલી જીએ વિષ્ટા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભરેલી ચામડાની કેથળી જેવી સ્ત્રી અને ધન વિગેરેનો મેહ છોડીને સંયમ પાલી કેવલી થઈને શિવલક્ષ્મી આદિ સંપદાઓ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્ર સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખો મેળવ્યા, તથા અવંતી સુકુમાલે નલિની ગુલ્મ વિમાનની અદ્ધિ મેળવી; તેવી રીતે જે તમારી જન્મ જરા અને મરણના દુ:ખ ટાળીને મુક્તિના અક્ષય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મેહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણી પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તે જરૂર તમારું કલ્યાણ થશે. આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહરાજાના પંજામાં સપડાયેલા ઘણું જ ચારિત્ર (ઘારીગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મેહરાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સૈન્ય ચારિત્ર ૨ાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારું ઘણું સન્મ ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગયેલા તમામ જીવને વશ કરવા માટે “શસ્ત્રપ્રયોગ કરતાં ઘણો સમય લાગે, અને ઘણું જ ભાગી પણ જાય.” તેથી તે મહારાજાએ મંત્રપ્રયોગ કરવાનો નિર્ણય કરી “મહું અને મમ” આ ચાર અક્ષરેનો મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવના ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારું એવા વિચારથી મેહને વશ થઈને તેઓએ અનેક આરંભ સમારંભ કરવા માંડયા. મંત્રને સાર એ છે કે મોહિત આત્માએને કઈ પૂછે કે આ ગામને અથવા નગરનો શેઠિયે કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામ અથવા નગરનો શેઠિયે છું. વળી કઈ માણસ મેહિત છને પૂછે છે કે આ લક્ષમી સ્ત્રી કુટુંબ ઘર દુકાન વિગેરે કેના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારૂં છે. એમ હું અને મારૂં એવા મેહગર્ભિત વિચારથી મેહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતાં સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી. મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછલા ભની અંદર ઘણાંએ ઘર દુકાન લક્ષ્મી પુત્ર શ્રી આદિ છોડયા છે પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સ્ત્રી આદિનું શું થતું હશે? છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોના
, આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org