________________
ફલે પિતાને જ ભેગવવાના છે અને પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્મની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે મેહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સંયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખ મેળવવા એમાંજ મનુષ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જ યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાનો ઉપાય પૂછે છે કે અમારે અંધાપે દૂર કરવા માટે એટલે મહારાજાને હરાવવા માટે સામે કયે મંત્ર જપ? જેથી મહરાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઈએ. ત્યારે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલ જે ચાર અક્ષરે મેહનો મંત્ર છે તેમાં
() ની પૂર્વે અને મમ (માસું) ની પૂર્વે કર જોડે. એટલે નાદું મમ એમ મોહને જીતનારે પાંચ અક્ષરનો મંત્ર બનશે. તેનો અર્થ એ છે કે હું નથી અને મારું નથી. એનું પણ તાત્પર્ય એ છે કે-હે ભવ્ય છે ! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મોડા વહેલા અચાનક આયુષ્યનો અંત આવતાં તમારે છોડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે, માટે તે પદાર્થોનો હું માલિક છું અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્દન ગેરવ્યાજબી છે, જેથી એમ વિચારે કે નાછું એટલે તે પદાર્થોનો માલિક નથી અને 7 મમ એટલે તે પહેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એકલે જ છું, આ દુનિયામાં મારું કઈ નથી. અથવા કેઈ કેઈનું (સણું) નથી. સર્વે સ્વાર્થને જ સગાં છે. સ્વાર્થ સયો પછી શત્રુના જેવું વર્તન રાખે છે. સંસારી જી એક્લા જ જન્મે છે અને એકલા જ મરે છે. કેઈ કેઈની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે. મારે આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શને જ્ઞાન ચારિત્રાદિ અપૂર્વ ગુણેનો ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થો મારી વસ્તુ છે. તે ગુણોને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મેં સંયેગ (મારાપણાનો સંબંધ) ને લઈને જ ઘણું દુઃખ ભોગવ્યા છે. હવે તેવા સંગનો ત્યાગ કરું છું. અને હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થઉં છું, આ મેહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મેહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધર્મની ઉપર પ્રેમ વધતો જ જશે. તથા અધ્યાત્મ માર્ગને પવિત્ર આદર્શ જગતના જીવોની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થકર દેવ ચારિત્રનો મહિમા આ પ્રમાણે ભવ્ય જીવોને સમજાવે છે–આત્માની અનંત શક્તિઓ વિચિત્ર મિહનીયાદિ કર્મોના જુદી જુદી જાતના ઉદય રૂપી વાદલાંઓથી ઢંકાઈ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિને અને સ્વાભાવિક રમણતાનો અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રનો મૂલથી જે ત્યાગ કરે, અને પાંચ ઇંદ્રિયને વશ રાખવી, તથા ચારે કષાયોને જીતવા અને મનદંડ વિગેરે ત્રણે દંડનો ત્યાગ કરવો તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટૂંકમાં કહીએ તે એમ પણ કહી શકાય કે– મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવા કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org