________________
[ શ્રી વિજયપધરિતદ્વીપ પરિધિ વૃદ્ધિથી સંખ્યા વધંતી તેમની,
લેશ્યા પ્રશસ્ત ગ્રહાદિ શેભા જાણવી સૂર્યાદિની. ૨૩૦ સ્પટાથે–ત્યાં (અઢી દ્વીપની વહાર) એક સૂર્યથી ચંદ્રને પચાસ હજાર જનનું આંતરૂં છે અથવા સૂર્યના વિમાનથી પચાસ હજાર જન છે. ચંદ્રનું વિમાન આવેલું છે. વળી આ સ્થિર વિમાને ચર વિમાનથી અર્ધા પ્રમાણુના છે. એટલે ચર ચંદ્રનું વિમાન
જનના એસડીઆ છપન્ન ભાગનું છે તે સ્થિર ચંદ્રનું વિમાન યજનના એકસઠીયા અઠ્ઠાવીસ ભાગનું છે. સૂર્યનું વિમાન એકસઠીયા વીસ ભાગનું છે, ગ્રહનું ૫૫ જનનું એટલે એક ગાઉનું, નક્ષત્રનું અડધા ગાઉનું અને તારાનું પા ગાઉનું જાણવું. જેમ જેમ દ્વિીપ અથવા સમુદ્રની પરિધિમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ ચંદ્ર વગેરેની સંખ્યા પણ વધતી જાય છે. તેમને શુભ તે લેશ્યા હોય છે. અને ગ્રાદિ વડે સૂર્યની તેમજ ચંદ્રની શોભા જાણવી. ૨૩૦ ચંદ્રાદિમાં ચંદ્રનું આયુષ્ય વધારે હેવામાં કારણ વગેરે બીને જણાવે છે – ઘંટાકૃતિએ ચંદ્ર રવિ દીપે અસંખ્યાતા અને,
સ્વયંભૂરમણાબ્ધિની અવધિ કરી નિજ પંક્તિઓ લાખ યોજના અંતરે થીર તે રહ્યા એ પાંચમાં,
આયુ અધિક ઉચિત શશિનું દીર્ધાયુ જે રહે શાંતિમાં. ૨૩૧ ૫ણાર્થ:–આ ચંદ્ર અને સૂર્ય ઘટના આકારે દીપી રહ્યા છે. વધતાં વધતાં તેમની સંખ્યા અસંખ્યાતી થાય છે. તેમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં તેમની વધારેમાં વધારે સંખ્યા જાણવી અને એક ચંદ્ર બીજા ચંદ્રથી લાખ યેજનથી અધિક અંતરે આવેલા છે. કારણ કે વચમાં સૂર્યનું વિમાન આવેલું છે. તેનું જે પ્રમાણ છે તેટલું લાખ એજનથી અધિક જાણવું. તેમજ એક સૂર્યથી બીજે સૂર્ય પણ લાખ યોજનથી કાંઈક અપિક અંતરે આવેલું છે. કારણ કે બે સૂર્યની વચમાં ચંદ્રનું વિમાન આવેલું છે તેટલું અધિક જાણવું. આ પાંચ તિષીમાં ચંદ્રનું આયુષ્ય સૌથી અધિક છે. કારણ કે તેના કિરણો સ્વભાવે શાંતિને આપે છે, આથી સમજવાનું મળે છે કે, જે જીવ સ્વભાવે શાંત પ્રકૃતિવાળો હોય, તેનું આયુષ્ય લાંબુ હોય છે. લેકમાં પણ તેમ જણાય છે. ર૩૧ ચંદ્ર વગેરેના દેહ વગેરેની બીના ત્રણ લેકમાં જણાવે છે – દેહ ત્રણ સગ હાથ તનું એક લાખ જન જાણિયે,
માન ઉત્તરક્રિયે અવગાહના લઘુ ધારિયે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org