________________
શ્રી દાના ચિંતામણિ ભાગ બીજે ].
૧૩૫
નિયાણું કર્યા વિના, ઇચ્છા રહિતપણે, માત્ર સંસારને પાર પામવા માટે દાનાદિ ધર્મને વિસ્તાર કરવાથી પ્રશસ્ત ભાવ થાય છે, અને કોઈ પણ આશંસાદિ દેષ સહિત દાનાદિક અનુષ્ઠાન કરવાથી અપ્રશસ્ત ભાવ થાય છે.
ભાવથી ચિત્તની એકાગ્રતા રાખવા વડે ઘણા જ ક્ષે ગયા છે. પરંતુ ભાવ રહિત અનેક પ્રકારના દાનાદિક કરવાથી એક પણ જીવ મેક્ષે ગયે નથી. સારાંશ એ છે કે –
वि साध्यमिह दानमुत्तमं-शीलमप्यविकलं सुदुर्द्धरम् ॥ दुष्कराणि च तांसि भावना-स्वीयचित्तवशगेति भाव्यताम् ॥१॥
અર્થ— જ્યારે ઉત્તમ દાન કરવામાં ઓછા વધતા પ્રમાણમાં ધનની અપેક્ષા રહેલી છે, એટલે પ્રાયે ઉત્તમ દાનમાં ધનને ખરચ થાય છે, સંપૂર્ણ શીલ પાળવું બહુ મુશ્કેલ છે, આકરાં તપ કરી શકાતા નથી, ત્યારે ભાવના એ પિતાના મનને આધીન છે. એટલે જ્યારે આત્મા ચાહે ત્યારે ઉત્તમ ભાવના ભાવી શકે છે. એમાં ધનાદિને ખર્ચ પણ થતો નથી, ને બીજી પણ કઈ જાતની મુશ્કેલી વેઠવી પડતી નથી.૧
આ રીતે દાનાદિ ચારની આરાધના કરવાથી નરકના દુઃખ ભોગવવા પડતા નથી, ને ઉત્તમ દેવ ઋધ્ધિ કે મોક્ષના સુખ જરૂર મળે જ છે. એમ સમજીને હે જીવ! તું નરકના ચાર કારણે તજીને દાનાદિની પરમ ઉલ્લાસથી આરાધના કરજે. ૨૦૨ પહેલાં વિચારી ભાવી ફલને કાર્ય શુભ આરંભજે,
જેથી હૃદયને બાળનારો ખેદ પ્રકટે તે તજે, કરશે નહિ સાહસ કદી અવિવેક તિમ કરતા થશે,
આપત્તિ તેથી એમ જાણું જે વિવેકી નર હશે. ૨૦૩ પછાર્થ:--ભાવી ફળ એટલે ભવિષ્યકાળમાં કેવું ફળ મળશે તેને પહેલાં વિચાર કરે જોઈએ. વિચાર કરીને અશુભ કાર્યનો ત્યાગ કરીને શુભ કાર્યોને આરંભ કરે. જે કાર્ય કરતાં હૃદયને કાળનાર અથવા પશ્ચાત્તાપ કરાવનારે ખેદ પ્રગટ થાય તેવા કાર્યને ત્યાગ કરજો. વળી કોઈ કાર્ય કરતાં કદાપિ સાહસ (વગર વિચારે ઉતાવળ કરવી તે) કરશો નહિ, કારણ કે સાહસ કરવાથી અવિવેક થાય છે. અને અવિવેક કરવાથી આપત્તિ અથવા સંકટની પ્રાપ્તિ થાય છે એવું વિચારીને જે વિવેકી અથવા સમજુ માણસ હશે તે (શું કરશે તે ૨૦૪મા લેકમાં જણાવે છે.) ૨૦૩ તે વિચારી કામ કરતાં પામશે સુખ સંપદા,
નરકના ચઉ કારણે છે આપનારા આપદા; તેહ તજજે અશુભ આવેલા વિચારો રેકો,
અશુભ ભાષા બેલવી નહિ અશુભ કાર્ય નિવારજો. ૨૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org