________________
૧૩૬
[ મીવિજયપધસકૃિત૫ષ્ટાથે--જે વિવેકી અથવા સમજુ માણસ હશે તે તે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવા પૂર્વક કામ કરશે, તેમ કરતાં અંતે સુખ અને સંપત્તિને પામશે. હે ભવ્યજી ! નારક ગતિના દુઃખેને આપનારા (૨૦૨ મી ગાથામાં જણાવેલાં) જે ચાર કારણો છે તેને ત્યાગ કરજો જેથી નરકનાં દુઃખ ભેગવવાં પડે નહિ. વળી મનમાં જે કાંઈ અશુભ વિચારે (આધ્યાન તથા રૌદ્ર સ્થાનના) આવે તેને દૂર કરજો. તથા અશુભ ભાષા અથવા પરને અપ્રીતિ કરાવનારાં ખરાબ વચને બોલવા નહિ. તથા અશુભ કાર્ય એટલે જેથી ચીકણું કર્મને બંધ થાય ને દુર્ગતિમાં જવું પડે તેવાં કાર્યો કરશે જ નહિ. ૨૦૪ વૈર જૂના ભૂલ ન નવા કદી તે બાંધજે,
સેવજે સારા નિમિત્તો ભાવના શુભ રાખજે, સારા તણો લઈ દાખલો સારા બની સુખિયા થજો,
પુણ્યોદયે પામેલ દુર્લભ ધર્મને આરાધજો. ૨૫ સ્પષ્ટાર્થના વૈરને એટલે પરંપરાથી ચાલતા આવેલા અથવા પૂર્વે ઉપજેલા વૈરને ભૂલી જજે, તેમજ નવાં વૈરને બાંધશો નહિ. સારાં નિમિત્તાનું અથવા કારણનું સેવન કરજો. કારણકે સારા નિમિત્તે આત્માની ઉન્નતિમાં કારણ રૂપ થાય છે. વળી સારી ભાવના રાખજે એટલે મનમાં શુભ પરિણામ રાખજે. સારાને દાખલે લઈને સારા બનજે જેથી સુખી થશે. પુણ્યના ઉદયથી જે દુર્લભ સારાં સાધને પ્રાપ્ત થયાં હોય તેની હોંશથી એટલે ઉમંગથી આરાધના કરજે. ૨૦૫ ભુવનપતિના આવાસાદિની બીના જણાવે છેરત્નપ્રભા જાડાઈમાંથી ઉપર નીચે પેજનો,
છંડી હજાર હજાર બાકી લાખ ઈગ પર જને; સહસ અઠોતેર તેમાં ભુવન ભુવનપતિતણા,
- જિમ મકાને રાજમાર્ગો પંક્તિબંધ ભુવન ઘણું. ૨૦૬ સ્પષ્ટાર્થ–રત્નપ્રભા નારકીને પૃથ્વી પિંડ એક લાખ એંસી હજાર એજનને પહેલાં કહી ગયા તેમાંથી ઉપરના એક હજાર તથા નીચેના એક હજાર જન છોડીને બાકીના એક લાખ અઠોતેર હજાર એજનને વિષે ભુવનપતિ દેવને રહેવાનાં ભુવને આવેલાં છે. જેમ રાજમાર્ગમાં પંકિત બંધ એટલે એક સરખી લાઈનમાં આવેલા મકાને શેભે છે તેમ ઘણું ભુવને પંકિત બંધ પણ આવેલાં છે. ૨૦૬ અસુરાદિના મુકુટના ચિહ્ન વગેરે જણાવે છે – દક્ષિણેને ઉત્તરે વસતા ભવનપતિ ભવનમાં,
મુકુટમણિના ચિહ્નવાલા અસુરસુર દશભેદમાં ફણા ચિહિત નાગે વિદેવ વજાંકિત કલ્યા,
ગરૂડ ચિહ્ન સુપર્ણ અગ્નિકુમાર ઘટચિહિત કહ્યા. ૨૦૭
૨
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org