________________
૧૩૪
[ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ–“જેમ દેહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભજનથી શરીર વિશેષ શેભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉદ્યાપન કરવાથી તપ પણ વિશેષ શોભા પામે છે.” વળી—
लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिनबोधिलाभः ।
जिनस्य भक्तिर्जिनशासनश्रीगुणाः स्युरुद्यापनतो नराणाम् ॥ २॥
અર્થ—“વિધિપૂર્વક ઉદ્યાપન (ઉજમણું) કરવાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, ત૫ સફલ થાય છે, ઉંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વરે કહેલ બોધિરત્નને લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે. અને જિનશાસનની શોભા વધે છે, વિગેરે અનેક ગુણ થાય છે.”
શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રની આરાધના માટે ઉજમણું કર્યું હતું. તેમાં સુવમુદ્રિકા, મણિ, મુક્તાફલ, પરવાળા, સર્વ જાતિનાં ફલ, સર્વ જાતિનાં સોયા વિગેરે દ્રવ્ય, સર્વ જાતિની સુખડી વિગેરે પકવાન, ચંદ્રવા, મહાધ્વજાઓ વિગેરે અડસઠ અડસઠ મુકીને અતિ વિસ્તારવાળું સમગ્ર જનને વિસ્મય કરનારૂં ઉદ્યાપન કર્યું હતું, એ પ્રમાણે બીજાએ પણ શક્તિ પ્રમાણે કરવું. * હવે ભાવધર્મનું વર્ણન કરે છે.
दानं तपस्तथा शीलं, नृणां भावेन वर्जितम् ।
अर्थहानिः शूधापीडा, कायक्लेशश्च केवलम् ।। १ ॥ અર્થ:–“ભાવ વિના દાન કરવાથી કેવળ દ્રવ્યની હાનિ જ થાય છે, ભાવ વિનાના તપથી માત્ર ક્રુપાની પીડાજ સહેવાય છે, અને ભાવ વિનાના શીલવ્રતથી તે ફક્ત કાયાને જ કલેશ થાય છે, તે વિના બીજું કાંઈ ફલ થતું નથી. ” ૧
ભાવના ભરત ચકીના જેવી ભાવવી, કે જેથી મુક્તિ આપનારી થાય. મરુદેવા માતા કઈ વખત એકાસણું પણ નહીં કર્યા છતાં માત્ર ભાવનાથી જ મુક્તિ પામ્યા હતા તથા પ્રસન્નચંદ્ર મુનિને, વલ્કલચીરીને અને ગૌતમસ્વામીએ પ્રતિબંધેલા પંદરસે તાપસને માત્ર ભાવથી જ કેવલજ્ઞાન થયું હતું. કહ્યું છે કે
थो पि अणुद्वाणं, भावविसुद्धं हणइ कम्ममलं ।
लहुओ वि सहस्सकिरणो, तिमिरसमूहं पणासेइ ॥ १॥ અર્થ –“થોડું પણ અનુષ્ઠાન જે ભાવની વિશુદ્ધિપૂર્વક કર્યું હોય તે તે કર્મમળને હણે છે. કેમકે નાને (ઉદય પામતે) પણ સૂર્ય અંધકારના સમૂહને નાશ કરે છે.” ૧
ભાવ બે પ્રકાર છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જિનાજ્ઞામાં તત્પરપગે, કાંઈ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org