________________
૧૩ર
[ શ્રીવિજયપઘાસરિતતપથી ઈષ્ટ મનેરથની સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસ વિગેરેના અધિષ્ઠાયક દેવોને જીતે છે. તથા હરિકેશી વિગેરે મુનિની જેમ તપથી દેવ સાંનિધ્ય થાય છે. શ્રી ત્રાષભદેવ સ્વામીની પુત્રી અને બાહબલીની બેન સુંદરીની જેવું તપ કરવું. તેનું તપ નીચેની ગાથાથી જાણવું.
सदि वाससहस्सा, अविलंब अंबिलाइं विहिआई।
ની નિવરવમ , સાહેદી સાવિ ધમાં ૧ અર્થ_“જેણે દીક્ષા લેવાને માટે સાઠ હજાર વર્ષ સુધી નિરંતર અબેલ કર્યા તે સુંદરી શ્રાવિકાને ધન્ય છે.”૧ વળી તપથી કોઢ વિગેરે વ્યાધિઓ પણ નાશ પામે છે.
छज्जइ सणंकुमारो, तवबलखेलाइलदिसंपन्नो। निअखरडिअंगुलि, सुवन्नसोहं पयासंतो ॥ १॥
અર્થ—“છ ખંડને જીતનાર સનસ્કુમાર ચક્રીને તપના પ્રભાવથી ખેલૌષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેથી પિતાની કેટવાળી આંગળી ઉપર થુંક ચોપડીને તેમણે સુવર્ણ સમાન કાંતિવાળી કરી દેખાડી હતી. (સનસ્કુમારે દીક્ષા લીધા પછી તેમના શરીરની ચિકિત્સા કરવાના મિષથી વૈદ્યનાં રુપ ધારણ કરીને બે મિથ્યાત્વી દે પરીક્ષા કરવા આવ્યા હતા, તે વખતની આ વાત છે.) માટે તપ અવશ્ય કરવું” ૧ કહ્યું છે કે
विरज्य विषयेभ्यो यैस्तेपे मोक्षफलं तपः ।
तैरेव फलमंगस्य, जगृहे तत्त्ववेदिभिः ॥ २ ॥ અર્થ“વિષે થકી વિરક્ત થઈને જેઓએ એક્ષલ આપનારું તપ કર્યું છે, તેવા તત્વજ્ઞાનીઓએ જ મનુષ્યદેહનું ફલ ગ્રહણ કર્યું છે. ૨
જે કારણ માટે ત્રસ અને સ્થાવર અનેક પ્રાણીઓને ક્ષય કરનારૂં, વજ જેવા કઠણ લેઢાના તપાવેલા ગેળા સમાન જ્યાં ત્યાં વિનાશ કરનારૂં અને વસ્ત્રાદિક અનેક વસ્તુઓને પણ વિનાશ કરનારૂં એવું પુષ્ટ શરીર તદ્દન અસાર જ છે, તેમાં સાર માત્ર તેના વડે તપ સાધવે તે જ છે. કેમકે
अथिरेण यिरो समलेण निम्मको परवसेण साहिणो।
देहेण जइ विढप्पई धम्मो ता किं न पज्जतं ॥१॥ અર્થ– “આ દેહ અસ્થિર, મલિન અને પરાધીન છે, તેના વડે જે સ્થિર, નિર્મલ અને સ્વાધીન એ ધર્મ સાધી શકાય છે તે તેને સાધવામાં શા માટે તત્પર ન થવું?”
તે ત૫ શરીરની સમાધિ વડે કરે. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org