________________
૧૩
થી દેશના ચિંતામણી ભાગ બીજો ]. કરૂં કે જેથી મારે તે મને રથ પૂર્ણ થાય?” ગુરૂએ કહ્યું કે-“તું મુનિસુવ્રત સ્વામીને વાંદવા માટે ભરૂચ જા. ત્યાં જીનદાસ નામને શ્રાવક રહે છે, તેની ભાર્યો સૌભાગ્યદેવી નામે છે; તે બન્નેને તારી સર્વ શકિતથી ભેજન, અલંકાર વિગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધમને ભેજન આપ્યા જેટલું પુણ્ય થશે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભેજનાદિક ભકિતવડે જીનદાસની સેવા કરી.
ત્યાર પછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછયું કે-“આ જીનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?” ત્યારે લોકેએ કહ્યું કે-“હે ભાઈ! સાંભળ, આ જીનદાસ સાત વર્ષના હતા ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયે હતું. ત્યાં ગુરૂના મુખથી શીલપદેશમાળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાને નિયમ ગ્રહણ કર્યો. એજ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીળ પાળવાનું અંગીકાર કર્યું. દેવયોગે તે બન્નેનું પરસ્પર પાણિગ્રહણ થયું. પરંતુ શીળ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છુટે હવે તે દિવસ સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસ સૌભા ગ્યદેવને છુટો હતો તે દિવસ જીનદાસને નિયમ હતો. આવી હકીક્ત બનવાથી સૌભાગ્યદેવીએ જીનદાસને કહ્યું કે–“હે સ્વામી ! હું તે નિરંતર શીળ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરે.” તેણે કહ્યું કે–“મારે તે ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યેગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરૂ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું; અને પહેરામણી વિગેરે કરીને શ્રીસંઘને પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાળબ્રહ્મચારી અને તે કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જીનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પિતાને ગામ ગયા.
આ પ્રમાણે દ્રૌપદી, કળાવતી, શીળવતી, સુભદ્રા, સુદર્શન શેઠ અને જંબુસ્વામી વિગેરેનાં સેંકડો દષ્ટાંતે શીળોપદેશમાળા, શીળકુળક વિગેરેથી શીળવ્રતના માહામ્ય વિષે જાણવાં.
હવે તપ ધર્મનું વર્ણન કરે છે
તપના જેવું ભાવમંગલ બીજું એક પણ નથી. કેમકે તેજ ભવમાં નિયમથી મુક્તિ પામનારા તીર્થકરેએ પણ તપ કર્યું હતું, તે વિષે કહ્યું છે કે
संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाणजिणचंदो।
इअ विहरिभा निरसणा, जइज्जए उवमाणेणं ॥१॥ અર્થ –“રાષભ સ્વામીએ એક વર્ષ સુધી અને જિનેને વિષે ચંદ્ર સમાન શ્રી વર્ધમાન સ્વામીએ છ માસ સુધી નિરશનપણે (ઉપવાસ કરીને) વિહાર કર્યો હતો, તેથી બીજાઓએ પણ યથાશક્તિ તપને વિષે પ્રયત્ન કર.૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org