________________
થી દેશના ચિંતામણી ભાગ બીજે ].
यस्तु प्रत्युपकाराय, फलमुद्दिश्य वा पुनः ।
प्रदीयते परिक्लिष्टस्तानं राजसं स्मृतम् ॥ ६॥
અર્થ “જે દાન ઉપકારના બદલામાં પ્રત્યકારને માટે દેવામાં આવે અથવા જે દાન કાંઈ પણ ફળની ઈચ્છાઓ આપવામાં આવે તે દાન રાજસ કહેલું છે. ” આ બાબતમાં ચંદનબાળાની વૃદ્ધિ પાડશણનું દૃષ્ટાંત જાણવું. ૬
.. क्रोषाबलाभियोगाद्वा, मनोभावं विनापि वा।
यहीयते हितं वस्तु, तहानं तामसं स्मृतम् ॥ ७॥ અર્થ—“ ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના જે સારી વસ્તુ પણ દાનમાં અપાય છે તે દાન તામસ કહેલું છે.” આ સંબંધમાં શ્રેણિક રાજાની કપીલા દાસીનું દષ્ટાંત જાણી લેવું. ૭ કાંઈ પણ ઈચ્છા વિના દાન કરનારા દુર્લભ છે. કહ્યું છે કે
दुल्लहाओ मुधादाई, मुधाजीविवि दुल्लहा।
मुहादायी मुहाजीवि, दोवि गच्छंति सुग्गइं ॥ ८ .. અર્થ–“કઈ પ્રકારની ઈચ્છા વિના દાન કરનારા દુર્લભ છે, અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા પણ દુર્લભ છે, બાકી એવા દાતાર અને એવા આજીવિકા કરનાર બન્ને સદ્ગતિને પામે છે.” ૮
આ વિષય ઉપર ભાગવત નામના ક્યુબીનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે
કઈ એક તાપસે કેઈક ભકિતવાળા પુરુષને કહ્યું કે “તારે ઘેર મને ચાતુર્માસ રહેવા દે.” તે પુરુષે કહ્યું કે તમે પાછો મારે કાંઈ પણ પ્રત્યુપકાર ન કરે તે ખુશીથી રહો. તાપસે તે અંગીકાર કર્યું, એટલે પેલાએ તેને રહેવા માટે આવાસ આયે, અને આહારદિક વડે તેની ભક્તિ કરવા લાગ્યું. એકદા ચેરેએ આવીને તેને ઘેડે હરણ કર્યો, પણ ગામની બહાર નીકળતાં પ્રાત:કાળ થઈ જવાથી ચેરેએ વિચાર્યું કે–“હવે અત્યારે આ ઘોડે આપણાથી લઈ જવાશે નહી.” એમ ધારીને ઘણા વૃક્ષોની ઘટામાં તે ઘડાને બાંધી દઈને તેઓ જતા રહ્યા. પ્રાત:કાળે પેલે તાપસ સ્નાન કરવા માટે તળાવ ઉપર ગયે, ત્યાં તળાવની સમીપે સાંકડી ગલીમાં પેલે ઘોડે બાંધેલ તેણે જોયે. એટલે “મારા ઉપકારી ભાગવત પટેલને ચેરેએ હરણ કરેલ આ ઘોડો છે” એમ તેણે ઓળખે. તેથી તેણે પિતાનું જોયેલું વસ્ત્ર ત્યાં ભૂલી જવાને બહાને મૂકી દઈ ઘેર જઈને ભાગવત પટેલને કહ્યું કે-“મારું હૈયેલું વસ્ત્ર હું તળાવ ઉપર ભૂલી ગયો છું તે મંગાવી દ્યો.” તેણે પોતાના ચાકરને તે લેવા મોકલ્યો. તેણે ત્યાં જઈને વસ્ત્ર લીધું, તે પાસે પિતાના શેઠને ઘેડો બાંધે , એટલે તેને પણ લેતે આવ્યું, અને ઘરધણીને તે વૃત્તાંત કહ્યો. ઘરધણીએ મનમાં વિચાર્યું કે“અહે! આ તપસ્વીએ બીજું મ્હાનું કરીને પણ મારા પર ઉપકાર કર્યો.” પછી તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org