________________
૧૦.
[ શ્રી વિજયપઘસરિતએકદા ધર્મપુત્ર (યુધિષ્ઠિર) સભામાં બેઠા હતા. તે વખતે દરવાજે ઉભેલા ભીમસેને સભામાં આવીને ધર્મરાજાને કહ્યું કે
मूर्खतपस्वी राजेन्द्र, विद्वांश्च वृषलीपतिः।।
उमा तो तिष्ठतो द्वारे, कस्य दानं प्रदीयते ॥ १॥ અર્થ–હે રાજન! એક મૂર્ખ છે પણ તપસ્વી છે, અને બીજે વિદ્વાન છે પણ વૃષલીને પતિ છે (ભ્રષ્ટ છે). તે બન્ને દ્વારમાં ઉભા છે, તેમાં કેને દાન આપવું? ૧ ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે
सुखसेव्यं तपो भीम, विद्या कष्टदुराचरी ।
विद्या संपूजयिष्यामि, तपोभिः किं प्रयोजनम् ? ॥२॥ અર્થ–હે ભીમ! ત૫નું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યા તે મહા કષ્ટથી ભણાય છે, માટે હું વિદ્યાને સત્કાર કરીશ, માત્ર તપનું શું પ્રજન છે? ૨ તે સાંભળી ભીમસેન બે કે
श्वानचर्मगता गंगा, क्षीरं मयघटस्थितम् ।
कुपात्रे पतिता विद्या, किं करोति युधिष्ठिर ॥३॥ અર્થ– હે રાજા યુધિષ્ઠિર ! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રને વિષે રહેલી વિદ્યા પણ શું કામની છે? ૩ ભીમસેનનાં આવાં વચન સાંભળી સભામાં બેઠેલા કૃષણ દ્વીપાયન બોલ્યા કે
न चैकविद्यया पात्रं, तपसापि च पात्रता।
यत्र विद्या चरित्रं च, तद्धि पात्रं प्रचक्ष्यते ॥ ४ ॥ અર્થ-કેવળ વિદ્યાવડે પાત્ર કહેવાય નહિ, તેમજ કેવળ તપવડે પણ પાત્રતા કહેવાય નહિં, પરંતુ જ્યાં વિદ્યા અને આચાર અને રહ્યા હોય છે, તેજ પાત્ર કહેવાય છે. ૪
આ પ્રમાણે હોવાથી પાત્રને દાન આપવું તેજ કલ્યાણકારી છે. તે દાન પણ ભાવપૂર્વક આપવું. કહ્યું છે કે
दातव्यमिति यदान, दीयतेऽनुपकारिणे ।
क्षेत्रे काले च भावे च, तहानं सात्विकं स्मृतम् . ५॥ અર્થ–દેવા યોગ્ય એવું દાન પણ જે અનુપકારોને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને અપાય તે દાન સાત્વિક કહેલું છે. ૫
આવું સાત્વિક દાન શાલિભદ્ર વિગેરેએ આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org