________________
શ્રી રસના ચિંતામણિ ભાગ બીજે ].
हेम तुमारा करमहीं, दीसे अद्भुत सिद्धि
जे चंपे हेठा मुहा, ते पामे हरी सम ऋद्धि ॥ १॥ આ દુહો સાંભળી કુમારપાળે તેને પિતાના હાથનાં કડાં આપ્યા. ઈત્યાદિ અનેક પ્રબંધ કીર્તિ દાન ઉપર જાણી લેવા.
સુપાત્ર દાન ને અભય દાનથી મુક્તિ પામે, અનુકંપા દાનથી સુખ પામે, ઉચિત દાનથી પ્રશંસા પામે અને કીર્તિ દાનથી સર્વત્ર મોટાઈ પામે.”
सुपात्र दान धर्मनी देशना. श्राद्धानां पात्रभक्ताना, कार्पण्यदोषमुक्तये ।
देशना दानधर्मस्य, देया तीर्थहितेच्छमिः ॥१॥ અર્થ–સુપાત્રની ભક્તિ કરનારા શ્રાવકને કૃપણુતા રુપી દેષનું નિવારણ કરવા માટે તીર્થના હિતેચ્છુ સાધુઓએ દાનધર્મની દેશના આપવી. ૧
તે દાનધર્મની દેશના નીચે પ્રમાણે – कालेऽल्पमपि पात्राय, दत्तं भूयो भवेद्यथा ।
जिनाय चंदनादत्ताः कुल्माषाः कल्मषच्छिदे ॥२॥ અર્થ_બોગ્ય સમયે સુપાત્રને પણ દાન આપ્યું હોય તે તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપ નાશ કરનાર થયા. ૨
શ્રીવીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયે તે વખતે દેવોએ સાડા બાર કોડ સુવર્ણની વૃષ્ટિ કરી, તેનાથી ધનાવહ શ્રેષ્ઠોનું ઘર ભરાઈ. ગયું, તે જોઈને તેની પડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે માત્ર અડદના બાકળા આપવાથી દુર્બળ તપસ્વી જે આટલી બધી સમૃદ્ધિ આપે છે, તે હું કઈ પુષ્ટ અંગવાળા મુનિને થી તથા સાકર સહિત પરમાન વડે સંતેષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરૂં.” પછી તે કઈ રૂષ્ટ પુષ્ટ શરીરવાળા મુનિવેશ ધારોને બેલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશધારી સાધુએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે-“હે મુગ્ધા! મારા તપવડે અને તારા ભાવવડે તેમજ આધાર્મિક આહારના દાનવડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની વૃષ્ટિ થશે નહિ; કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.” ઈત્યાદિક કહીને તે ડેસીને પ્રતિબંધ પમાડ.
વળી જે નામને યોગ્ય ગુણવાન હોય તેજ શ્રેષ્ઠ પાત્ર છે, બીજે નહીં. પાત્રની પરીક્ષાના સંબંધમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદમાં કહ્યું છે કે-હસ્તીનાપુર નગરને વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org