________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ]
૫ષ્ટાર્થ:–અપ્રતિબદ્ધ વિહાર કરતા પ્રભુ શ્રી અજિતનાથ ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓનું તથા મનગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓનું પાલન કરતા હતા. નિર્મમ એટલે કેઈ પણ સ્થળે મમતા ધારણ કર્યા સિવાય આર્ય દેશોમાં વિચરતા હતા. તે વખતે માર્ગમાં કેઈક સ્થળે ભવ્ય જીવો પ્રભુને પાયસાનાદિક એટલે ક્ષીર વગેરે કરાવતા હતા કેટલાક ભવ્ય છે પ્રભુને વંદન કરવા માટે માર્ગમાં રાહ જોઈને ઉભા રહેતા હતા. તથા કેટલાએક ભવ્ય છે પ્રભુના ચરણ કમલની વિલેપન વગેરે પૂજા કરતા હતા. કેટલાક પ્રભુને રસ્તામાં રેતા હતા અને પિતાના ઘેર અતિથિ કરવાને ચાહતા હતા. ૧૧૫ પંચાનનાદિક ગર્જતા શાખાઝના સંધર્ષથી,
ઉછળતે અગ્નિ ભયંકર સર્પના વલભીકથા; વિકરાલ દીસે અહિ તિહાં પ્રભુજી વિચરતા આવતા,
કાઉસ્સગ્ન વિષે રહી નિજ ગુણ રમણતા ધારતા. ૧૧૬ સ્પષ્ટાર્થ-પંચાનનાદિક એટલે સિંહ વગેરે વિકરાળ પશુઓ જ્યાં ગર્જના કરી રહ્યા હતા, વળી જે જગ્યાએ શાખાગના એટલે ડાળીઓના અગ્ર ભાગના સંધર્ષથી એટલે એક બીજા સાથે ઘસાવાથી જ્યાં અગ્નિ ઉછળી રહ્યો હતે. વળી જે સ્થળે ભયંકર સાપના રાફડાઓ આવેલા હતા એવા વિકરાળ સ્થાનમાં પ્રભુ શ્રી અજિતનાથ સ્વામી વિહાર કરતા હતા અને તેવા ભયંકર સ્થાનમાં કાઉસગ્ગ કરીને નિજ ગુણ રમણતા એટલે આત્માના ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેને વિષે રમણતા કરતા હતા. અથવા આત્માના સ્વરુપનું ધ્યાન કરવામાં લીન બનતા હતા પરંતુ નિર્ભય એવા તેમને કઈ પણ પ્રકારને ભય લાગતું નહોતું. ૧૧૬ છઘસ્થ પ્રભુના એ પ્રમાણે બાર વર્ષો વીતતા,
ગેંડા સમા તસ શૃંગ જેવા વાયુ હરિ સમ દીપતા, કયેય ધ્યાવી ચાર ભેદે ધ્યેય રૂપને પામતા,
વિચરતા સહસ્ત્રાગ્ર વનમાં અપ્રમત્ત ધ્યાની થતા. ૧૧૭ સ્પષ્ટા --એ પ્રમાણે છઘસ્થપણે વિચરતાં પ્રભુના બાર વર્ષે અનેક પ્રકારના પરિષહ સહન કરતાં ચાલ્યા ગયા તે દરમિઆન પ્રભુ ગેંડા ઉપમાએ વિચર્યા છે, જેમ
કે પૃથ્વી પર બેસતું નથી તેમ પ્રભુ પણ પૃથ્વી ઉપર એક ઠેકાણે રહ્યા નથી વળી પ્રભુ ગેંડાના શિંગડાની ઉપમાએ વિચર્યા છે, એટલે જેમ ગેંડાને એકજ શિંગડું હોય છે તેમ પ્રભુ પણ એકલા જ વિચારતા હતા. તીર્થકરે છશ્વસ્થ અવસ્થામાં કેઈને પણ દીક્ષા આપી શિષ્ય બનાવતા નથી. વળી પ્રભુ વાયુની ઉપમાએ વિચાર્યા છે. જેમ વાયુ
૧ જ્યાં સુધી કેવળરાન થાય નહિ ત્યાં સુધીની અવસ્થાને છવાસ્થ અવસ્થા કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org