SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રીઅલભ્રાતાની જન્મભૂમિ પણ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ભરત વગેરે અનેક રાજાઓ થઈ ગયા છે. જેઓની સંપૂર્ણ બીન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ બનાવેલા તેસઠ શલાકા પુરૂષ ચરિત્રના ૭ મા પર્વમાંથી મળી શકે તેમ છે. વિમલવાહન વગેરે સાતે કુલકરો પણ આ જ નગરીમાં થઈ ગયા. અહીં જ બલદેવ શ્રીરામચંદ્રજી આદિને સતી શિરોમણિ સીતાએ પવિત્ર શીલને ચમત્કાર બતાવ્યું હતું. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને પ્રજાને) બચાવી હતી.૧ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઈંદ્રની આજ્ઞાથી કુબેરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ જન પ્રમાણ અને પહોળાઈમાં ૯ યેાજન પ્રમાણ હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંઘના સકલ વિદનેને હઠાવનાર ચક્રેશ્વરી માતાની અને ગોમુખયક્ષની મહાપ્રભાવશાલી મૂર્તિઓ હતી. અહીંને ઘર નામને વિશાલદ્રહ, જે સ્થલે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વર્ગદ્વાર એવા નામથી ઓળખાયેલ છે. આ શ્રીઅધ્યા નગરીની ઉત્તર દિશામાં બાર જન છેટે શ્રીઅષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ત્રાષભદેવ, માહ વદી તેરસ ( ગુજરાતી પોષ વદી ૧૩) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષોની સાથે સિદ્ધિપદ પામ્યા હતા. એથી ષખંડનાયક ૫૦૦ ધનુષની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા અરિસા ભુવનમાં અનિત્યભાવના તથા અશુચિભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવર્તિએ “સિહનિષઘાયતન” નામને ત્રણ ગાઉ ઉંચે ભવ્ય પ્રાસાદ બંધાવ્યો. અને એમાં વર્તમાન ચોવીશીના ચિવશે તીર્થનાં, દરેકના વર્ણ, ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે ચોવીશ બિબો પધરાવ્યાં હતાં, તે નિબેન કમ આ પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો :-પૂર્વ દિશામાં, પૂર્વાનુપૂવકમ પ્રમાણે, પહેલાં બે તીર્થકરોનાં બિબે, અને દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિ ચાર પ્રભુનાં બિંબો, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિબ તથા ઉત્તર દિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિંબ પધરાવ્યાં. તે ઉપરાંત પિતાના ભાઈ ના ૧૦૦ સ્તૂપ (દેયડીઓ) કરાવ્યા. પ્રભુ શ્રી આદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લેકે આ પર્વતની નીચાણવાલી ભૂમિમાં આનન્દર કીડા કરતા હતા. અહીં હાલ પણ શ્રીષભદેવનું ભવ્ય મંદિર હયાત છે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા (વાડી) અને સહસ્ત્રધાર સીતાકુંડ આ નગરીની શોભામાં ૨. આ બનાવ બન્યા બાદ સીત્યજી સંસારને વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સંયમ લે છે, છેવટે બારમા અચુત દેવલેકે સમ્યગ્દષ્ટિ ઈદ્ર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy