________________
[ શ્રી વિજ્યપઘસૂરિકૃતતેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની આરાધના કરતા કરતા
જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સોંપે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે તે સમાધિ મરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેતલિપિતા.
શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા, તેમને ફાલ્ગની નામે સ્ત્રી હતી, તેમની સમૃદ્ધિ અને ત્રતાદિની બીના પૂર્વની માફક જાણવી, અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર શેંપી પૌષધશાલામાં આવીને પ્રતિભાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રીઆનંદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
ઉપસંહાર.
આ દશે શ્રાવકોએ દેશવિરતિ પર્યાયના પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિને ત્યાગ કર્યો હતે. તેમને દેશવિરતિ પર્યાય વીસ વર્ષ પ્રમાણે હતું એટલે તેઓએ નિર્મલ શ્રાવક ધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમજ તેઓ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, છઠ્ઠી, નવમા અને દશમા એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો થયા નથી. બાકીના છે શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વ લબ્લિનિધાન શ્રીગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા. અને છઠ્ઠા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચા થઈ હતી. દશે શ્રાવક વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાલપૂજન, દાન, શીલ, તપ, ભાવ, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતને, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનિકાયની દયા, ધાર્મિક જનની સોબત, ઈદ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંઘની ઉપર બહુમાન, આગમાદિ લખાવવાં, તીર્થપ્રભાવના સદાચારી પુરૂષનાં ગુણગાન, નિંદાના પ્રસંગે મૌન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદ્દગુણોના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મન્નિતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છ વર્તન કરીને નિજ ગુણ રમણતામય પરમપદને પામે. ૨૨.
(ભવ્ય જીવોની અનુકૂળતા માટે દસ શ્રાવક યંત્ર આપ્યું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org