________________
[ શ્રી વિપદ્મસૂરિક્ત
મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચોસઠ ઈદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વતી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપી પશુઓને ધર્મરૂપી દંડે કરી સીધા માર્ગો ચલાવે છે, અને નિર્વાણરૂપી વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ સાથેના માણસને જંગલના ઉન્માર્ગે જતાં અટકાવે અને ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ દેવ ભવ્ય અને વિષય કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપી ઈષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચન વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રનો પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘપણે સમુદ્રના સામા કાંઠે રહેલા ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીને ધર્મરૂપી હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહેવાય.” ગોશાલાનાં આ વચન સાંભળી સાલપુત્રે તેને પૂછયું કે “હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો ?” શૈશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સાલપુત્રે કહ્યું કે “હે દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્યના વખાણ કરે છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતા નથી તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરે.” ત્યાર બાદ શૈશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “આ સદ્દાલપુત્ર મહાવીર દેવને પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉતિ નથી” એમ વિચારી બીજે સ્થલે તે ચાલ્યા ગયે. એક વખત સદ્દાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૌષલ શાલામાં રહ્યા હતા. આ અવસરે યુદ્ધની પિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયે, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્રા સ્ત્રીને જરૂર હણુશ.” આ વચન સાંભળી સટ્ટાલપુત્ર કલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઉડી ગયો. કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદાલપુત્ર એક માસની સંખના કરવા પૂર્વક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલેકે અરૂણરૂચિ વિમાનમાં ચાર પોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે.
૮ મહાશ્રાવક મહાશતક
રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે વીશ કરેડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને વ્યાપારમાં આઠ આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org