________________
[ શ્રી વિજયપધસૂરિકૃતિ
મક =
નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલે હતાં. પ્રભુ શ્રીમહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશ વ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્યરાતે પિતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયે. તેણે તેના મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે–“ અરે કંડકોલિક ! શાલ મખલિપુત્રે કરેલી ધર્મપ્રરૂપણ સારી છે, કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણું નથી. તે એમ કહે છે કે-જીવા ઉદ્યમ કરે, છતાં પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીર પ્રભુની પ્રરૂપણ સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકેલિકે યુક્તિ પૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તો તને આ જે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” આના જવાબમાં દેવે જણાવ્યું કે, “હે કુંડલિક ! ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામે છું.” કુંડલિકે કહ્યું “જે ઉદ્યમાદિ સાધને સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તો તેવા બીજા જીવને તેવી ત્રાદ્ધિ કેમ મલતી નથી? ઉદ્યમાદિ વિનાના જીવને તારા (શાલાના) મતે દેવપણું મલવું જોઈએ, પણ તેમ તે નથી. અને જો તું એમ કહીશ કે-મને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મલી, તો પછી “ગોશાલાનો મત સારે છે” એમ તારાથી કહી શકાય જ નહિ.” આથી દેવ નિરૂત્તર બન્યો. એટલે મુદ્રા અને ઉત્તરસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયે.
કેટલાક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી. જ્યારે કુંડકૅલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કુંડલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંલેખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરૂણ ધ્વજ વિમાનની અંદર ચાર પાપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે.
૭ મહાશ્રાવક સદ્દલપુત્ર
પિલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે શાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સેનૈયાની હતી. તેમાંની એક કોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગેકુળ હતું અને તેમને આધીન કુંભારની પાંચ દુકાને હતી.
આ સદ્દાલપુત્ર એક વખત મધ્યરાતે અશક વાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org