________________
૩૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તેમ નહિ કરે તેા તારા મેટા દીકરા વગેરેને તરવારથી મારી નાંખીશ. આવાં આકરાં વચને સાંભળવા છતાં પણ ચુલ્લનીપિતા લગાર પણ ચલાયમાન ન થયા. આથી તે દેવે બહુ ક્રોધમાં આવીને ચુલ્લનીપિતાના નાના, મધ્યમ અને મેટા એ ત્રણે પુત્રાને લાવીને તેની સમક્ષ મારવા માંડયા. પછી ત્રણે પુત્રાને ઉકળતા તેલના તાવડામાં નાંખ્યા, અને તેઓના માંસ અને લેાડી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તાપણુ તે લગાર પણુ ચલાયમાન થયા નિહ. પછી તેણે તેને વારંવાર આ પ્રમાણે કહ્યું કે · હું શ્રાવક ! જો તું મારા કહેવા મુજબ ધર્મના ત્યાગ નહિ કરે તેા હમણાં જ તારી માતા ભદ્રા સાવાહીને અહીં લાવીને તારા દેખતાં માર મારીને તપાવેલા તાવડામાં નાંખીશ, અને તેણીના માંસ અને રૂધિર તારા શરીરની ઉપર છાંટીશ, જેથી તારે આ ભયંકર પીડા ભોગવતાં ભાગવતાં ઘણી મુશ્કેલીએ અકાલે મરવું પડશે.' આ પ્રમાણે બહુ વાર ધમકાવ્યા છતાં પણ તે ધર્મોરાધનમાં નિશ્ચલ રહ્યા. આ અવસરે ચુલ્લનીપિતાને વિચાર આવ્યો કે આ તા કોઇ હુલકે માણસ લાગે છે. આણે મારા ત્રણ પુત્રાને મારી નાંખ્યા અને હવે મારી માતુશ્રીને મારવા તે તૈયાર થયા છે, માટે કાઇ પણ ઉપયે આને પકડવા જોઇએ. આવા વિચાર કરી. જેવામાં તેને પકડવાને હાથ લાંખા કર્યાં, તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યા ગયા, અને ચુદ્ધનીપિતાના હાથમાં એક થાંભલેા આવ્યો. પછી તેણે મેટા શબ્દેથી કાલાહલ કર્યા, તેવામાં પેાતાના પુત્રના શબ્દ સાંભળી તેની માતા ભદ્રા સાર્થવાહી ત્યાં આવી. તેણીએ કાલાહલ કરવાનું કારણ પૂછ્યું, એટલે ચુદ્ધની પિતાએ માતુશ્રીને તમામ બીના જણાવી. તે સાંભળી માતાએ કહ્યું કે હું વત્સ ! તેં તેમાંનું કાંઇ પણ બન્યું નથી. મને લાગે છે કે કેાઇ મિથ્યાત્વી દેવે તારી ધ`પરીક્ષા કરવા માટે લબ્ધિથી તારા પુત્રાની જેવાં અને મારા જેવા રૂપા બનાવીને તેમ કર્યું હશે. હું પુત્ર ! પ્રભુ શ્રીમહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષાની આલાચનાદિ સાધના દ્વારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પૌષધ વ્રતમાં અતિચાર લાગ્યા છે, તેની આલેાચના કરી લે. ’ માતાના આ વચના સાંભળી પુત્ર ઉઠ્ઠાસથી તે પ્રમાણે કર્યું.
આ પ્રસંગ એવા ખાધ આપે છે કે આય માતાએએ પેાતાના પુત્રના વ્રત નિયમાદિ તરફ જરૂર કાળજી રાખવી જોઇએ. આ પછી ચુહ્યનીપિતાની ઘણી ખરી જીવનચર્યા આનંદ શ્રાવકની જીવનચર્યાને મલતી હાવાથી તે પ્રમાણે જાણવી, તેમણે શ્રાવક ધર્મની અગિયારે પ્રતિમા વહી હતી, છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવલેને વિષે અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પાપમના આઉખે દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈન ધાર્મિક કુલમાં જન્મ પામી, અવસરે મહા પ્રભાવશાલી ભાગવતી દીક્ષાની આરાધના કરી અખડાનન્દમય સિદ્ધિસ્થાન પામશે.
૪ મહાશ્રાવક સુરાદેવ
વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને ધન્યા નામની
Jain Education International
For Personal & Private Use Only:
www.jainelibrary.org