________________
[ શ્રી વિજયપધસૂરિ કૃતએક અમાસ. એમ (દર મહિને) છ પર્વેને વિષે ચાર પ્રકારને નિર્મલ પૌષધ કરવો. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેવાય. - પ. કાયોત્સર્ગ પ્રતિમા–પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવો જોઈએ. અને તેમાં રાતે ચારે પહેાર સુધી કાર્યોત્સર્ગમાં રહેવું, તે કાર્યોત્સર્ગ પ્રતિમા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથમાં વિસ્તારથી આ પ્રમાણે કહ્યું છે કે–આ પ્રતિમા વહન કરતી વેળાએ સ્નાન (ન્હાવા)નો નિષેધ, દિવસે જ્યાં અજવાશ હોય ત્યાં ભોજન કરી શકાય. રાતે સર્વથા ભેજનને ત્યાગ, કચ્છ બાંધવાને નિષેધ, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપર્વતિથિમાં ભેગનું પરિમાણ કરવું જોઈએ, વળી પર્વતિથએ પૌષધ ક્રિયામાં રહેવા પૂર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કાર્યોત્સર્ગ કરવો જોઈએ. અહીં રાત્રિભેજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અત્યંતર ગેરલાભ જાણુને રાત્રિભેજનને જરૂર ત્યાગ કરવો જોઈ, અને એમાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જ જોઈએ. જે કઈ શ્રાવક કાયમને માટે તે રાત્રિભેજનને નિયમ કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવશ્ય અંગીકાર કરવો જોઈએ.
૬. બ્રહ્મચર્ય પ્રતિમા–આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને રાતે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે.
૭. અચિત્ત પ્રતિમા–સાત મહિના સુધી સચિત્તને ત્યાગ કરે, અચિત્ત અશન પાન ખાદિમ, સ્વાદિમ વાપરે.
૮. આરંભત્યાગ પ્રતિમા–આમાં આઠ મહિના સુધી કઈ પણ જાતને આરંભ ન કરી શકે. - ૯. પ્રેગ્ય પ્રતિમા–આમાં પોતાના નેકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય. એવો નિયમ નવ મહિના સુધી પાળવાને હોય છે.
૧. ઉદિષ્ટવર્જન પ્રતિમા–આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી ન લઈ શકાય. મુરમુંડસ્થિતિ હોય, અને શિખા (ચોટલી) રખાય. ( ૧૧. શ્રમણભૂત પ્રતિમા–આમાં અસ્ત્રાથી મુંડન કરાવે , અથવા લેચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હોવું જોઈએ.) અને રજોહરણ (એ) પાત્રો વગેરે મુનિરાજનાં ઉપકરણે રાખવા જોઈએ. તથા તેમની જેમ એષય, અશનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પિતે નિસ્નેહ નથી જેથી ગોચરીના અવસરે “પડિમાપડિવણરસ સાવગસ ભિખ દેહિ ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મ પાલે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org