________________
38.
[ શ્રી વિજયપરિકૃતપ્રો! આપે ફરમાવેલ ધર્મ મને રૂએ છે, હું ચોક્કસ માનું છું કે-સંસાર કેદખાનું છે અને ખરૂં સુખ સર્વ સંયમની આરાધના કરવાથી જ મલી શકે છે. પરંતુ મેહનીય કર્મની તથા પ્રકારની ઓછાશ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઈચ્છું છું.” આ બાબતમાં પ્રભુદેવે કહ્યું કે મુદ્દે વાવિય! મા વિઘંધો જો હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં) વિલંબ કરશો નહિ!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત અંગીકાર કર્યો. ત્યાર બાદ યંગ્ય હિતશિક્ષા આપીને પ્રભુએ કહ્યું કે “હે મહાનુભાવ! મહાપુણ્યદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજે !” પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદશ્રાવક પિતાના ઘરે ગયા. ઘરે જઈને પિતાની પત્ની શિવાનંદાને ખૂશી થતાં થતાં બધી બીના જણાવી એટલે તેણે પ્રભુની પાસે પણ દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો.
આનંદ શ્રાવકના વ્રતાધિકાર પ્રસંગે શ્રીઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે :–શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે ત્રિવિધિ ત્રિવિધ નામના ભાંગાએ કરીને સ્કૂલ જીવ હિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાંચ અણુવ્રત અંગીકાર કર્યો, તેમાં તેમને ચોથા અણુવ્રતમાં સ્વ (પોતાની ) સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીઓના પરિવારને નિયમ હતો અને પાંચમા અણુવ્રતમાં (૧) રેકડ ધનમાં ચાર કરોડ સોનામહોરે નિધાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપારમાં એમ બાર કરેડ રાખી શકું. તેથી વધારે રાખું નહિ. (૨) દશ હજાર ગાયનું એક ગોકુળ એવાં ચાર ગોકુળ રાખી શકું. (૩) એક હજાર ગાડાં અને ખેતીને માટે પાંચસે હળ અને બેસવાને માટે ચાર વાહન રાખી શકું. એવો નિયમ કર્યો. છઠ્ઠા દિશિ. પરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાને યથાશક્તિ નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે). સાતમા ભેગપભોગ વ્રતમાં સ્કૂલ દષ્ટિએ બાવીસ અભય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનને ત્યાગ કર્યો. દાતણમાં તે જેઠીમધનું લાકડું મર્દન (તેલ ચાળવા ચેળાવવા) માં શતપાક અને સહસ્ત્રપાક તેલ; ઉદ્વર્તન (પીઠી) માં ઘઉં અને ઉપલેટને પિષ્ટ (આટે), નાનમાં ઉષ્ણુ જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી, પહેરવાનાં વસ્ત્રોમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુંકુમ; કૂલમાં પુંડરીક કમળ અને માલતીનાં ફૂલ, અલંકારમાં નામાંક્તિ મુદ્રિકા (વીંટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણ વગેરે તળીને કરેલ અથવા ઘીમાં ચોખાને તળીને બનાવેલો ચોખાને પ્રવાહી પદાર્થ (રાબડી આદિ); પકવાનમાં ઘેબર અને ખાંડનાં ખાજાં; ભાતમાં કલમશાલીના ચેખા; કઠોળમાં મગ, અડદ અને ચણ, ઘીમાં શરદ ઋતુનું થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડેડી ને પલવલનું શાક; મધુર પદાર્થમાં પયંક, અનાજમાં વડાં- વગેરે; ફળમાં ક્ષીરામલક
૧. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org