________________
૨.
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતકરીને ત્રીશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રીવીરની સેવા કરી અને આત્માને નિર્મલ કર્યો. ૮૧ મા વર્ષના પ્રારંભમાં તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પિતાને નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે “ગૌતમને મારી ઉપર અત્યન્ત રાગ છે. માટે મારાથી દૂર હશે તો જ તેને કેવલજ્ઞાન થશે.” એમ જાણીને શ્રીગૌતમને નજીકના કેઈક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. તે પ્રમાણે ત્યાં જઈ તેને પ્રતિબોધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના પંચમ નિર્વાણ કલ્યાણ માટે આવેલા દેવોના કહેવાથી, પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુના સમાચાર જાણ્યા. તેમને અસહ્ય ખેદ થયો. અને તે સ્તબ્ધ થઈ ગયા. તેઓ ખિન્ન હૃદયે “મહાવીર” “મહાવીર” શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. “વીર” “વીર” એમ બોલતાં બોલતાં કંઠ અને તાળું સુકાવા લાગ્યા. એટલે છેવટે એકલો “વી” શબ્દ જ બોલવા લાગ્યા. તે દ્વાદશાંગીના જાણકાર હોવાથી વી” શબ્દથી શરુ થતા, અનેક સ્તુતિસૂચક શબ્દ તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણું કરતાં તેમણે જાણ્યું કે–પ્રશસ્ત સ્નેહ પણ મેક્ષ પામવામાં વિઘકર્તા છે. એમ જાણી શ્રીગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે ખરેખર હું ભૂલ કરું છું. પ્રભુ તે વીતરાગ છે એમને મારી ઉપર રાગ હાય જ શેને? ખરેખર, હું જ મોહમાં પડયો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલું છું. મારું કઈ નથી, તેમ હું કેઈને નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવાપૂર્વક ક્ષાયિક સમ્યગદષ્ટિવાળા શ્રીગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે—ધ્યાનાન્તરીય સમયે કલેકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે –મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કોઈ પણ હોય તો તે એક ને જ છે. સવારે ઈંદ્રાદિક દેવે એ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. અનશન અને નિર્વાણની પ્રાપ્તિ :
પછી બાર વર્ષો સુધી જગતીતલની ઉપર વિચરી, ઘણું ભવ્ય જીને પ્રતિબોધીને ગૌતમદેવ અંતિમ સમયે શ્રીરાજગૃહી નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપિ ગમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્માસ્વામીને ગણ સેંપીને, ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું થતાં બાકીનાં ચારે અઘાતી કર્મોને ક્ષય કરી, અક્ષય અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા.
વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરના બધા ગણધરેમાં શ્રીગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લબ્ધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રી સંઘ દિવાળીના દિવસે, ચોપડામાં શારદા પૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હે” એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તુત્ર રાસ વગેરે સાંભળે છે. એવા ગુરૂ ગૌતમ શ્રી સંઘનું કલ્યાણ કરે.
૨. અગ્નિભૂતિ ગણધર મગધ દેશના ગેબર ગામમાં ગૌતમ ગેત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org