SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિપરિતઆ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હોય છે. જુઓ સાક્ષિપાઠ. “રડા अभिन्ने नियमा सम्मत्तं सेसए भयणा " ૧૪. ચતુર્દશપૂર્વિપણું–આથી વિશાલ તત્વ મંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્વેનું જ્ઞાન મેળવી શકાય. ૧૫. અષ્ટાંગમહાનિમિત્તશલ્ય–આથી જુદા જુદા નિમિત્તે દ્વારા શુભાશુભને ચોક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રજ્ઞાશ્રમણપણું–જેમ ચાદપૂવી અર્થની પ્રરૂપણ કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે જીવાદિ તેના અર્થની પ્રરૂપણ કરી શકે. ૧૭. પ્રત્યેક બુદ્ધપણું અને ૧૮. વાદિપણું. ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર. ૧. ચારણપણું અને ૨. આકાશગામિપણું. તેમાં ચારણુલબ્ધિના જંઘાચારણ અને વિદ્યાચારણ એવા બે ભેદ કહ્યા છે. જંઘાચારશુલબ્ધિ–આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણેની મદદથી એક જ ઉત્પાતે ( ગે) તેરમા રૂચકવરીપ સુધી તિચછ (વાંકી) ગતિ કરી શકાય. અને ઉર્ધમાં મેરૂપર્વત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાત પંડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દન વનમાં આવે અને બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે. વિદ્યાચારણલબ્ધિ–-વિદ્યાચારણ મુનીશ્વર નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ બે ઉત્પાતે રૂચકદીપે જાય અને પાછા ફરતા એકજ ઉત્પાતે સ્વસ્થાને આવવા સમર્થ થાય છે. અને ઉર્ધ્વગતિ કરે, ત્યારે એની ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને બીજા ઉત્પાતે પંડકવનમાં જાય. ત્યાં ચિત્યવંદનાદિ કરી પાછા ફરે, ત્યારે એક જ ઉત્પાતે સ્વસ્થાને આવી શકે. પ્રશ્ન--અંઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ? ઉત્તર–જંઘાચરણ મુનિઓને પાછા ફરતાં લબ્ધિની ઓછાશ સંભવે છે, માટે વધારે વખત લાગે છે. અને જંઘાના બલથી તેઓ ગતિ કરે છે, માટે પાછાં ફરતાં જવાના પરિશ્રમને લઈને પણ તેમ સંભવે છે. અને વિદ્યાચરણ મુનિઓને તેમ નથી. તેઓ તે વિદ્યાના બલે ગતિ આગતિ કરે છે. આકાશગમનલશ્વિ–આથી પર્યકાસને બેઠા બેઠા અથવા કાર્યોત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના અદ્ધર આકાશમાં ચાલી શકાય. એના જલચારણુદિ બીજા પણ અનેક ભેદે સમજવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy