________________
દેશના ચ’તામિણ
૧૯
આદિ ગુણા ઘટતા હાવાથી તે તે અનુયાગામાં થતી ગુંચવણુ આદિ હેતુઓને ધ્યાનમાં લઇને, પૂજ્ય શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુયાગાને પ્રત્યેક સૂત્રામાં જુદા જુદા વ્હેચ્યા. ત્યારથી તે તે સૂત્રાનું વ્યાખ્યાન તે તે અનુયાગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રીગૌતમ મહારાજ ( આદિ ૧૧ ગણધરા) સર્વ લબ્ધિનિધાન હતા. ગુણુપ્રત્યયિક શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. તે લબ્ધિઓનાં સ્વરૂપ સાથે નામે ટૂંકામાં આ પ્રમાણે જાણવાં.
અલિબ્ધિના ૧૮ ભેદો,
૧. કેવલજ્ઞાનલબ્ધિ—આનાથી લેાકાલેાકમાં રહેલા તમામ દ્રબ્યાદિ જણાય. ૨. મન:પર્ય વજ્ઞાનલબ્ધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર ) જણાય. ૩. અવધિજ્ઞાનધિ—આથી આત્મા રૂપી દ્રવ્યેાનું જ્ઞાન મેળવી શકે.
૪. બીજબુદ્ધિલબ્ધિ—આનાથી પૂજ્ય શ્રી ગણુધરાદિ મહાત્માએ સૂત્રના એક અ સાંભળે, તાપણુ બુદ્ધિખલથી ભણ્યા વગર ઘણા અર્થ કરવાને સમ થાય, આખા ગ્રંથનુ રહસ્ય સમજી જાય, અને સૂત્રરચના કરી શકે.
૫. કાòબુદ્ધિલબ્ધિ—જેમ કાઠારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ભણેલ ભૂલે નહિ.
૬. ‘પદાનુસારિણીલબ્ધિ—આથી જેના અભ્યાસ કર્યાં નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનુ એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદથી માંડીને છેલ્લા પદ સુધીનું જ્ઞાન ધરાવે. ( આના ત્રણ ભેદ છે ૧. અનુશ્રોતપદાનુસારિણી. ૨. પ્રતિશ્રોતપદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી. )
૭. સભિન્નશ્રોતાધિ—આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ઇંદ્રિયાના વિષયાને કોઈ પણ ઈંદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનું રૂપ જોવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ગમે તે ઇંદ્રિયથી પદાર્થનુ રૂપ જોઇ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું.
૮. દૂરાસ્વાદન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્વાદ જણાય. ૯. દૂરસ્પન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્પનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય —જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય.
૧૧. દૂરત્રાણુ સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના ગંધનું જ્ઞાન થાય. ૧૨. દૂરશ્રવણુ સામર્થ્ય —જેથી છેટેના શબ્દ સભળાય. ૧૩. દશપૂર્વિં પણ્ —આથી દશ પૂર્વાનુ જ્ઞાન મેળવી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org