SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃત– - પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સેંપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગિલકુમારાદિને પ્રતિબોધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષ્ઠચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલરાજાએ ગણધર શ્રી ગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સેંપી, માતા પિતા સહિત, ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સપરિવાર ગૌતમસ્વામી પ્રભુવીરની પાસે આવતા હતા. ત્યાં રસ્તામાં સાલ અને મહાસાલને પિતાના બેન, બનેવી આદિના ગુણોની અનુમોદના કરતા ક્ષપકશ્રેણિમાં કેવળજ્ઞાન થયું. આ બીના પ્રભુ શ્રી વીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રી ગૌતમ મહારાજે જાણી, ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય ? આ વાતનો ખુલાસો દેવાએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે “જે ભવ્ય જીવ સ્વલબ્ધિવડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરેને વંદન કરે તે આત્મા તેજ ભવે સિદ્ધિપદને પામે.” એ સાંભળીને તેઓ પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા ! ત્યાં શ્રમણ આદિ દેવોને સંસારની વિચિત્રતા ગર્ભિત દેશના સંભાળાવી. છેવટે વૈશ્રમણને શંકાશીલ જાણીને પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત કહી તેને નિઃસંદેહ બનાવ્યું. પંદરસે તાપસેને દીક્ષા, ભજન અને કેવળજ્ઞાનઃ રાતત્યાં રહી તેઓ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે, પૂર્વે આવેલા પંદરસે તાપસ ગતમસ્વામીની (પર્વત ચઢતા હતા તે વખતની) અપૂર્વ શક્તિ જોઈને આશ્ચર્ય પામીને ઉપરથી “તેઓ ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઈશું', આવા ઈરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષણ મહાનસીલબ્ધિના પ્રભાવે થડી ખીર છતાં સર્વેને તૃપ્ત કરી, સર્વેને વિરમય પમાશે. - એ પંદરસો તાપમાંથી પાંચસેને જમતાં, અને પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ અદ્ધિ જોતાં અને પાંચસો તાપસને પ્રભુનાં દૂરથી દર્શન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું. આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હોવાથી તેમણે તાપસને કહ્યું કે, હે મુનિવર ! તમે પ્રભુને વંદન કરે? એટલે મહાવીરદેવે કહ્યું, “હે ગૌતમ, આ સર્વ કેવલી છે, તેથી વંદન કરવાનું ન કહેવાય!' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલી તાપસેને ખમાવ્યા. ધન્ય છે. શ્રી ગૌતમ દેવના નમ્રતા ગુણને. ફરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું સમાધાન: આ અવસરે ફરી શ્રી ગૌતમ મહારાજે વિચાર્યું કે “જરૂર હું આ ભવમાં મુક્તિમાં ૧. ઉપદેશપ્રાસાદમાં આ બીના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy