________________
દેશનાચિતામણિ ]
અર્થ-ઈન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણેએ ચરમ તીર્થપતિ શ્રી વીર જિનેશ્વરની દેશના સાંભળીને ચારિત્ર લીધું અને વીર પ્રભુના ગણધર થઈને બારે અંગની રચના કરી. તથા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી સંસાર વાર્ષિ એટલે સંસાર રૂપી સમુદ્રને પાર પામ્યા અથવા મેક્ષે ગયા. તથા વીર પ્રભુને ઉપદેશ સાંભળનાર તે શ્રી આણંદ શ્રાવક કામદેવ શ્રાવક વગેરે દશ શ્રાવકે જેઓ અહીંથી સૌધર્મ નામના પહેલા દેવેલેકમાં ગયા છે, ત્યાંથી અવીને મનુષ્ય ભવ પામી મોક્ષે જશે. અગીઆર ગણધરોની બીના ટુંકમાં આ પ્રમાણે જાણવી.
૧. લક્વિનિધાન શ્રી કૈાતમસ્વામી પૂર્વ ભવને સંબંધ
ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરદેવ, પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે, ૧૯મા ભવમાં ત્રિપૃષ્ટ નામના વાસુદેવ થયા હતા. અને મથુરા નગરીમાં મુનિરાજની મશ્કરી કરવાથી બાંધેલ કર્મોને ઉદયે ઘણું ભવમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદીકુમાર, સિંહપણે ઉત્પન્ન થયો હતો. અને મૈતમ મહારાજનો જીવ એ ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયે હતે. તે સિંહ (વિશાખાનંદીને જીવ) અનેક માનવોને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમ સ્વામીના જીવ)ને સાથે લઈને ત્રિપૃષ્ણકુમાર (મહાવીરસ્વામીને જીવ) તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે રથમાં બેસીને વનમાં ગયા. કુમારે સિંહને પડકાર કર્યો એટલે જલ્દી તે કુમારની સામે ધર્યો અને છેવટે ત્રિપૃષ્ઠ કુમારે તેને મારી નાંખે. મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાર્યું કે “અહો! આ એક સામાન્ય મનુષ્ય મારી આ સ્થિતિ કરી?” આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું કે- “હે સિંહ ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે. તેને તું સામાન્ય માણસ ન સમજીશ! જેમ તું તિર્યંચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ઠકુમાર પણ મનુષ્ય લેકમાં સિહ સમાન છે. તેથી તે સામાન્ય પુરુષના હાથે મરા નથી, પણ સિંહ જેવા નરેન્દ્રના હાથે મરા છું, માટે ખેદ ન કર !” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઈ સિંહ શાંતિ પૂર્વક મરણ પામ્યા.
અહીં યાદ રાખવું જોઈએ કે આજ સિંહ વચમાં ઘણે કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં તે હાલિક નામના ખેડુત તરીકે ઉત્પન્ન થાય છે કે જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિબંધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે.
જન્મ-માતા-પિતા-કુટુંબ
ઘણે કાલ વીત્યા બાદ એ સારથિને જીવ મગધ દેશના ગોબર નામના ગામમાં વેદાદિપારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયા. તેમનું નામ ઈદ્રભૂતિ અને બેત્ર ગૌતમ હતું. એમને જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશીમાં થયા હતા. એમને પૃથ્વી નામની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org