________________
દેશનચિંતામણિ ] ચિંતામણિની જેમ કામિત પૂરનારી દેશના,
આત્મ મણિ નિર્મલ બનાવે અભયદયની દેશના; મુક્તિ હેતુ સમાધિ યોગ સમર્પનારી દેશના,
ભાવ તિમિર ખસેડવાને સૂર્ય જેવી દેશના. ૧૮ અર્થ-જેમ ચિંતામણિ રત્ન ઈચ્છિત પદાર્થોને આપે છે તેમ આ દેશના પણ મનના ઈચ્છિત પદાર્થોને પૂર્ણ કરે છે. વળી દુનિયાને નિર્ભય બનાવનારા પ્રભુની દેશના આત્મા રૂપી મણિને નિર્મળ બનાવે છે, કારણ કે દેશનાના પ્રભાવથી આત્માને વળગેલ કર્મ રૂપી મેલને નાશ થાય છે. વળી આ દેશના મેક્ષના કારણ રૂપ જે સમાધિગ એટલે ચિત્તની સ્થિરતા તેને આપે છે. વળી ભાવ તિમિર એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાને દેશના સૂર્ય સમાન છે, કારણ કે દેશના પ્રતાપથી જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. ૧૮ અડ કર્મ દલ ધન દૂર કરવા પવન જેવી દેશના,
આદર્શ ઔષધ વહાણ જેવી ચહ્રદયની દેશના કરૂણા ચરણ તપ ઉચિત કાર્યો જોડનારી દેશના
દેવાદિ તત્વ જણાવનારી દેશના જૂઠ લેશ ના. ૧૯ અર્થજેમ પવન વાદળાને વિખેરે છે તેમ આ દેશના રૂપી પવનથી આઠ કર્મના સમૂહ રૂપી વાદળાં વિખરાઈ જાય છે. વળી જેમ આદર્શ એટલે દર્પણમાં પોતાનું યથાર્થ સ્વરૂપ જણાય છે તેમ દેશનાથી પિતાનું આંતર સ્વરૂપ યથાર્થ જણાય છે, માટે દર્પણ સમાન છે. જેમ દવા રોગનો નાશ કરે છે તેમ દેશનાથી કર્મ રૂપી ભાવ રોગને નાશ થતું હોવાથી તે દવા જેવી છે. જેમ વહાણથી સમુદ્ર તરી શકાય છે તેમ દેશનાના પ્રભાવથી સંસાર રૂ૫ સમુદ્ર તરી શકાતો હોવાથી તે વહાણ જેવી છે. શ્રુતજ્ઞાન રૂપી ચક્ષુના દેનાર પ્રભુની એવી ઉત્તમ દેશના છે, વળી તે દેશના દયા, ચારિત્ર, તપ વગેરેગ્ય કાર્યોમાં જોડે છે તથા તે દેશના દેવ, ગુરૂ, ધર્મના સ્વરૂપને જણાવનારી છે. તેમાં જરા પણ ખોટું નથી. ૧૯
અનુગ ત્રિપદી તત્વને દર્શાવનાર દેશના,
દેવ નરક સ્થાન આયુને જણાવે દેશના સિદ્ધિ સિદ્ધ સ્થિતિ જણાવે શર્મ દુઃખના હેતુને,
નવ તત્વ સત્તા દેશના સમજાવતી પદ્રવ્યને. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org