________________
દેશનાચિંતામણિ ].
દીર્ધદષ્ટિ એટલે કાર્ય કરવામાં લાંબી વિચારણા અથવા લાભાલાભની વિચારણા કરાવનારી છે. વળી તે દેશના સમતાલતા એટલે શાંતિ રૂપી વેલને વધારવામાં ઘન એટલે મેઘના જેવી શાસ્ત્રમાં કહી છે. તથા જિનપતિ શ્રી તીર્થકર દેવની દેશના ત્રણે યોગને ચેખા બનાવે છે. અથવા હિતકારી કાર્યમાં આત્માને જોડે છે. તેમજ તે પિતાની ક્યાં ભૂલ થાય છે? તે પણ સમજાવે છે. ૧૫ આત્મગારવને વધારે લોકહિતની દેશના,
ભાવના શુભ દીલમાંહિ જગાડનારી દેશના; દુઃખના પ્રસંગે ધૈર્ય ભાવ રખાવનારી દેશના.
કર્મ કારણ બોધ પરિણતિ હોય સુણતાં દેશના. ૧૬
અર્થ:–ત્રણે લેકના જીવનું ભલું કરનાર પ્રભુ શ્રી તીર્થકર દેવની દેશના આત્મગૌરવ એટલે આત્માની મોટાઈને વધારે છે. વળી આ દેશના દીલમાં શુભ ભાવનાને પ્રકટ કરે છે. તથા તે દુઃખના પ્રસંગમાં ઘેર્યભાવ એટલે ધીરજને ધારણ કરવાનું શીખવે છે. એટલે દુઃખને સમતા ભાવે સહન કરવાની શક્તિ આપનારી છે. તેમજ કર્મના મૂલ ભેદ આઠ છે. અને તેના ઉત્તર ભેદ ૧૫૮ છે. તે દરેક કર્મને બંધ કયા કયા કારણોથી થાય છે? તેની સંક્ષેપથી અને વિસ્તારથી સમજ દેશના સાંભળતાં ભવ્ય અને જરૂર પડે છે. યાદ રાખવું જોઈએ કે-આત્મ હિતના રસ્તે પ્રયાણ કરનારા દરેક ભવ્ય જીવો અશાતા વેદનીયાદિ કર્મોના કારણથી અલગ રહે, તેજ સુખમય જીવન ગુજારી શકે. જેને દુઃખની ઇચ્છા હોય, એ તો દુનિયામાં એક પણ જીવ નથી. ત્યારે સવાલ એ ઉભું થાય છે કેદુઃખ કેમ ભેગવવું પડે છે? આને જવાબ એ છે કે કારણ વિના કાર્ય થાય જ નહિ. જેવું કારણ હોય તેવું કાર્ય ઉત્પન્ન થાય છે. શું લીંબડાનું બી વાવ્યું હોય, તેમાંથી શેલડીને સાંઠે ઉપજશે કે ? નહિ જ. દુઃખની ઈચ્છા નથી પણ મેહને વશ પડેલા સંસારી જે બીનસમજણને લઈને દુઃખના કારણેને પણ સુખના કારણ માનીને સેવે છે. તેથી તેમને દુઃખ ભોગવવું પડે છે. ચિત્તની સ્વસ્થતા હય, તે દિનપ્રતિદિન સુખના કારણેને જ સેવવાની ભાવના જાગે છે.
પ્રશ્ન-ચિત્તની સ્વસ્થતા શાથી થાય ?
ઉત્તર–સારા નિમિત્તોની સેવન કરવાથી કષાય પાતાળા પડે, અને પરિણામે જરૂર મન સ્વસ્થ બને છે. માટે વ્રતપૂજા દાન શીલ તપ ભાવના સ્વાધ્યાય ગુરૂભક્તિ સામાયિક પિષધ ઉપધાન વહન વિગેરે સાસ નિમિત્તેની સેવા કરવા તરફ સમજુ ભવ્ય જીવોએ બહુ જ કાળજી રાખવી જોઈએ. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org