________________
[ શ્રી વિજ્યપધસૂતિસૂત્રના દશ ભેદને સમજાવનારી દેશના,
નિજ રમણતા રંગે ચંગ તરંગ સરિતા દેશના સાધ્ય લક્ષ્ય વધારનારી પાવન જિન દેશના,
ધર્મ શુક્લ યાન માર્ગે સ્થિર બનાવે દેશના. ૧૩ અર્થ–સૂત્રના દશ ભેદનું જ્ઞાન આ દેશનાથી થાય છે. વળી આ દેશના નિજ રમણતા એટલે આત્માના ગુણોમાં તલ્લીન થવું તે રૂપી ચંગ એટલે મને હર તરંગ એટલે લહેરાવાળી નદી જેવી છે. કારણ કે આ દેશનાનું યથાર્થ સ્વરૂપ સમજનારને આત્મ રમણુતા જરૂર થાય છે. વળી સાધ્યલક્ષ્ય એટલે સાધવા અથવા મેળવવા લાયક જે મોક્ષ તે તરફ લક્ય એટલે મનની સ્થિરતાને વધારનારી જિનરાજની પવિત્ર દેશના છે. વળી આ દેશના આત્માને ઉત્તમ કેટિના ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના માર્ગમાં સ્થિર કરે છે. અથવા આ દેશના સાંભળનાર ભવ્ય જીવોને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવાને શુભ અવસર મળે છે. ૧૩ મોહ નૃપના જુલ્મને વિસાવનારી દેશના,
ચરણ નૃપના રાજ્ય સુખને આપનારી દેશના; સંસાર કેરી રખડપટ્ટી ટાલનારી દેશના,
જીવનના ઉદ્દેશને બતલાવનારી દેશના ૧૪ અર્થ–સંસારી જીવ ઉપર જુલમ ગુજારનાર મહરાજાને નાશ કરનારી આ દેશના છે એટલે આ દેશનાથી આત્માને દુઃખી કરનાર મેહ નાશ પામે છે. તથા ચરણનુપ એટલે ચારિત્ર રૂપી રાજાના રાજ્યમાં રહેવાથી થતા સુખને આ દેશના આપે છે. તેમજ આ દેશના સાંભળવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તથા આ દેશનાથી સંસારની રખડપટ્ટી અથવા રઝળવાનું દૂર થાય છે. તથા જીવનને મનુષ્ય ભવને ઉદ્દેશ એટલે હેતુ તેને આ દેશના સમજાવે છે.૧૪ દુઃખ પરવશ આત્મ વશ સુખ ઈમ કહેતી દેશના,
સન્માર્ગને દેખાડવાને દીપિકા પ્રભુ દેશના દીર્ધ દૃષ્ટિ વધારતી સમતાલતા ઘન દેશના,
યોગ શુદ્ધિ કરે બતાવે ભૂલ જિનપતિ દેશના. ૧૫ અર્થ–સ્ત્રી વિગેરે પૌગલિક પદાર્થોના વશ થવામાં જીવને દુઃખ મળે છે તથા આત્મવશ એટલે આત્માના ગુણેમાં રમણતા કરનાર ભવ્ય જીવોને સુખ મળે છે એવું કહેનારી આ દેશના છે. વળી સન્માર્ગ એટલે આત્માને હિતકારી જે માગે તે જણાવવાને દીવીના જેવી અને બીનસમજણને દૂર કરનારી એવી પ્રભુ શ્રી જિનરાજની દેશના છે. આ દેશના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org