________________
૩૮૦
|| શ્રી વિજયપધસૂરિકૃતઅઠ્ઠાઈ વગેરે દિવસમાં ચાર ભેદવાળું પૌષધ વ્રત કરવું. પૌષધના ચાર પ્રકાર ટુંકામાં આ પ્રમાણે જાણવા-આહારને પૌષધ દેશથી અને સર્વથી, ૨ શરીરને સત્કાર પૌષધ સર્વથી ૩ બ્રહ્મચર્યને પૌષધ સર્વથી, ૪ અવ્યાપારને પૌષધ સર્વથી. ૫૪૧ ઉપધાન સંયમ સાધનાને યોગ્યતા આ વ્રત બળે,
કર્મ ક્ષયાદિક લાભ જાણી શ્રાવક પિષધ કરે પાંચ અતિચારે તજે ઉપધાન વાહક શ્રાદ્ધની,
વંદન સહિત અનુમોદના કરતા વતી મુનિરાજની. ૫૪૨ અર્થ-આ વ્રતને વિશેષ અભ્યાસ પાડવાથી ઉપધાનની યોગ્યતા તથા સંયમને સાધવાની ચોગ્યતા, તથા કર્મને ક્ષય વગેરે બહુ લાભ થાય છે, એમ જાણીને શ્રાવકેએ જરૂર પૌષધ કરવો જોઈએ, વળી આ વ્રતના પાંચ અતીચારોને ત્યાગ કરીને જેમણે ઉપધાન વહન કરેલાં હોય તેવા શ્રાવકની તથા વતી એટલે હંમેશાં આ વ્રતમાં રહેલા મુનિરાજની વંદન કરવા પૂર્વક અનુમોદના કરવી. આ વ્રતના પાંચ અતિચાર ટુંકામાં આ પ્રમાણે જાણવા-૧ પૌષધમાં ઠલ્લો માત્રુ પરઠવવાની જગ્યા શોધીને ન પરઠવે. ૨ બાજોઠ વગેરે ચીજ પુંજી પ્રમાઈને ન લે તે, ૩ સંથારાની ભૂમિ દંડાસણથી ન પૂજે તે. ૪ પૌષધ લઈને તેમાં આદરભાવ ન રાખે. ૫ ચાર પહેાર અથવા આઠ પહેર એમ પષધને જે ટાઈમ છે તે ટાઈમથી પહેલાં પૌષધ પાળે. એમ પાંચ અતીચાર જાણવા. વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાંથી જાણવી. ૧૪૨
ત્રણ લેકમાં બારમા વ્રતની બીના વિગેરે જણાવે છે – અતિથિ શબ્દ શ્રમણ લેવા ભેજનાદિક તેમને,
આપવા તે બારમું વ્રત શ્રાદ્ધ પિષધ પારીને, વહોરાવતા વિધિ જાળવી નિર્દોષ ચીજ મુનિરાજને,
પારણું કરતાં કરે ઈમ અતિથિ સંવિભાગને. ૫૪૩ અર્થ:--બારમું અતિથિ સંવિભાગ નામે વ્રત જાણવું. અહીં અતિથિ શબ્દ શ્રમણ એટલે સાધુ મુનિરાજ જાણવા. તેમને ભેજનાદિક એટલે અન્ન, પાન વગેરે આપવા તે બારમું વ્રત જાણવું. શ્રાવક પૌષધ પારીને મુનિરાજને નિર્દોષ એટલે ખપતી વસ્તુને વિધિ જાળવીને વહોરાવે છે. એ પ્રમાણે પારણું કરતાં પહેલાં જે કરવું તે અતિથિ સંવિભાગ વ્રત જાણવું. ૫૪૩ વર્ષાદિ કેરી અવધિ બાંધી જેવી મન ભાવના,
તે પ્રમાણે નિયમ કરીએ અતિથિ સંવિભાગના
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org