________________
દેશનાચિંતામણિ ]
અર્થ-છઠ્ઠા દિગવિરમણ વ્રતમાં દિશાઓનું જે પરિમાણ કરેલું હોય તે પરિમાણમાંથી અનુકૂળતા પ્રમાણે સંક્ષેપ એટલે ઓછાશ કરવી તે દશમું દેશવગાશિક વ્રત કહેવાય છે, આ શુભ વ્રત દિવસને આશ્રીને તથા રાત્રી આશ્રીને કરાય છે, એટલે દિવસે તથા રાત્રે દિશાઓમાં ગમન એટલે જવું તથા આગમન એટલે આવવું તેના જુદા જુદા નિયમ ધારવા. આ પ્રમાણે સંક્ષેપ કરવાથી કર્મની નિર્જરા વગેરે ઘણું લાભ થાય છે એ વાત ભૂલવી નહિ. પ૩૯ આ વ્રતે મંત્રી સુમિત્ર બચાવતે નિજ પ્રાણને,
ધર્મી બનાવે ભૂપને બન્ને વિદેહે મુક્તિને પામ્યા તજી અતિચાર આ દષ્ટાન્ત મનમાં ધારીને,
પાળીએ દેશાવકાશિક નિયમને ધરી હર્ષને. ૫૪૦
અર્થ-આ વ્રતનું આરાધન કરીને સુમિત્ર નામે મંત્રીએ પોતાના પ્રાણનો બચાવ કર્યો તથા રાજાને ધર્મિષ્ટ બનાવ્યું. તથા રાજા અને મંત્રી બંને વિદેહે એટલે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષપદને પામ્યા. માટે આ વ્રતના પાંચ અતીચારોને તજીને સુમિત્ર મંત્રીના દષ્ટાન્તને મનમાં સારી રીતે વિચારીને આ દેશાવકાશિક નામના દશમાં તના નિયમનું હર્ષ પૂર્વક પાલન કરવું, આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે –૧ આનયન પ્રગ એટલે ધારેલા ક્ષેત્રની બહારથી કંઈ ચીજ મંગાવવી તે. ૨ શ્રેષ્ઠ પ્રયાગ એટલે ધારેલા ક્ષેત્રની બહાર દાસ દાસીને મોકલી કાંઈ વસ્તુ મંગાવવી તે. ૩ શબ્દાનુપાતી એટલે ધારેલા ક્ષેત્રની બહાર રહેલા માણસને શબ્દ સંભળાવી બોલાવો તે. ૪ રૂપાનુપાતી એટલે ધારેલા ક્ષેત્રની બહાર રહેલા મનુષ્યને રૂપ દેખાડવું તે. ૫ પુદ્ગલ પ્રક્ષેપ એટલે ધારેલા ક્ષેત્રની બહાર કાંકરો વગેરે નાખી પિતાની હયાતી જણાવવી તે. વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાં જણાવી છે. ૫૪૦
બે બ્લેકમાં અગીઆરમાં વ્રતની બીના વિગેરે જણાવે છે -- જેહ પિષે ધર્મને તે પિષધ વ્રત જાણીને,
ચાર પર્વે જ્ઞાન પાંચમ માન એકાદશી અને અષ્ટાબ્લિકાદિક દિવસમાં શ્રાવક કરે ચઉ ભેદથી,
પિષધ નિરન્તર તેહને જેઓ કરી શકતા નથી. ૫૪૧ અર્થ:--જે આત્મિક મને પિધે એટલે પુષ્ટ કરે તે પૌષધ વ્રત જાણવું. જેઓ વારંવાર ન કરી શકે, તેમણે પાર પર્વ એટલે દરેક માસની બે અષ્ટમી અને બે ચતુદેશી તથા જ્ઞાન પાંચમ મૌન એકાદશી તથા અષ્ટાહ્નિકાદિક એટલે પર્યુષણ પર્વાદિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org