________________
૩૭ર
( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતગભરામણનો ભંડાર છે. વળી જૈન ધર્મની સાધના કરવામાં અડચણ રૂપ પરિગ્રહ છે. એમ જાણીને હે ભવ્ય છે ! આ પરિગ્રહને તમે જલ્દી ત્યાગ કરજે. પ૨૧ ધન આદિમાં આસક્તિનો ધરનાર માનવ ના લહે,
સંતોષને દ્રવ્યાદિમાં મન તેહનું નિશદિન રહે તે એમ માને ના અરે આ સર્વ દ્રવ્યાદિક તજી,
પરભવ જવાને એકલે હું પિઠ પાપતણું સજી. પરર અર્થ –ધન વગેરેમાં આસક્તિ ધરનાર એટલે ઘણે રાગ રાખનાર માણસ સંતોષને પામતો નથી, કારણ કે તેનું મન હંમેશાં તેણે ભેગા કરેલા દ્રવ્ય વગેરેમાં રહે છે. અથવા નવું દ્રવ્ય કેવી રીતે ભેગું કરવું તેમાં રહે છે. અને તે લોભી મનુષ્ય એમ વિચારતે નથી કે મેં મારું મારું કરીને ભેગા કરેલા આ ધન વગેરે સર્વ પરિગ્રહને ત્યાગ કરીને હું એકલો જ પરભવમાં જવાનું છું. તે વખતે મેં ભેગું કરેલું ધન વગેરે મારી સાથે આવવાનું નથી, પરંતુ તે તે અહીં જ રહેવાનું છે, કારણ કે તે ધન વગેરે પિતાની સાથે પરભવમાં લઈ જઈ શકાતાં નથી. પરંતુ ધન વગેરે ભેગું કરતાં જે પાપની પિઠ તૈયાર કરી છે, એટલે ઘણા પ્રકારના પાપ કર્મો ભેગાં કરેલાં છે તે જ સાથે આવવાની છે. પરર ન આવશે લવલેશ સાથે યાદ પણ ના આવશે,
તે કાજ કોના શીદ ફેગટ પાપ કરૂં હું મદ વશે; ગ્રહ અને પરિગ્રહ વિષે બહુ ફરક પીડા ગ્રહ તણું,
જે તેનાથી અધિક પીડા કહી પરિગ્રહ તણ. પર૩ અર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે ભવ્ય જીવોને યાદ રાખવું કે—મરતી વખતે આ ધન વગેરેમાંથી લવલેશ એટલે અંશ માત્ર પણ સાથે આવશે નહિ. તેમજ પરભવમાં ગયા પછી તે વસ્તુ સાંભરતી પણ નથી, તો પછી મારે અભિમાનથી શા માટે ફેગટ પાપ કરવા ? એટલે ન કરવા જોઈએ. અને ગ્રહ એટલે શનૈશ્ચર વગેરે ગ્રહો અને પરિગ્રહ એટલે મૂચ્છભાવ તે બંનેમાં ઘણે તફાવત છે, કારણ કે ગ્રહથી જેટલી પીડા થાય છે તેનાથી પરિગ્રહની (પરિ ચારે તરફથી, ગ્રહ એટલે પકડાવું) પીડા ઘણી વધારે કહેલી છે. એટલે ગ્રહો જેટલું દુઃખ આપે છે, તેની વધારે દુઃખ પરિગ્રહથી ભેગવવું પડે છે. પર૩
પાંચમા વ્રતને ધારણ કરવાથી શા શા લાભ થાય! તે વિગેરે જણાવે છે – મુક્તિદાયક ધર્મસાધન પાંચમે વ્રતથી બને,
એહ વ્રત વિસાવનારૂં ભવ તણ બહુ દુઃખને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org