________________
દેશને ચિંતામણિ ]
૩૭૧
અર્થ –જેમ વિધ્યાચલ પર્વત હાથીઓને રાખે છે તેમ આ ધનને રાગ તે કલહ એટલે કજીઓ રૂપી હાથીને રાખવા માટે વિધ્યાચલ જેવો છે. એટલે જ્યાં ધનનો રાગ હોય છે ત્યાં અનેક જાતના કજીઆ, લડાઈ ટંટા થાય છે, વળી જેમ શ્મશાનમાં ગીધે રહે છે તેમ ધનને રાગ કોધ રૂપી ગીધને માટે શ્મશાન સમાન છે. અથવા ધનને રાગ હોય ત્યાં કોઇ પણ થાય છે, જેમ રાફડામાં સર્પ રહે છે તેમ આ ધનની આસક્તિ દુઃખ રૂપી સર્પને રહેવા માટે રાફડાના જેવી છે. અથવા ધનને રાગ અનેક જાતના દુઃખને પમાડે છે, વળી આ ધનનો રાગ દ્વેષ રૂપી ચેરને ફરવા માટે રાત્રીના જેવો છે, એટલે ધનને રાગ હોય ત્યાં છેષ એટલે પરસ્પર અદેખાઈ વેર ઝેર વગેરે થાય છે. પ૧૯ પુણ્ય વન દાવાગ્નિ જે સરલતા ઘન વાયુ એ,
ન્યાય કમલિની બાળનારે હીમ પરિગ્રહ જાણીએ, સમ શત્ર અણુ સંતેષને એ ભાઈબંધ વિચારીએ,
મેહની વિશ્રામભૂમિ પાપ કેરી ખાણ એ. પર૦ અર્થ:–વળી એ પરિગ્રહ પુણ્ય રૂપી વનને બાળવા માટે દાવાનલ જે છે એટલે ધનની આસક્તિ પુણ્ય કાર્ય કરવા દેતી નથી. વળી સરલતા એટલે કપટ રહિતપણું તે રૂપી મેઘને વિખેરી નાખવા માટે પવન સમાન છે, એટલે પરિગ્રહ હોય ત્યાં સરળપણું રહી શકતું નથી, વળી ન્યાય રૂપી કમળને બાળવા માટે આ પરિગ્રહ હીમ જે છે એટલે જ્યાં પરિગ્રહ હોય ત્યાં ન્યાયનો પણ નાશ થાય છે. અને તે શમતાને શત્રુ છે એટલે શમતા ગુણને પણ ટકવા દેતું નથી, વળી અણુસંતોષ એટલે લોભને તે આ પરિગ્રહ ભાઈબંધ એટલે મિત્ર છે, અને મેહની તો એ વિશ્રામભૂમિ છે એટલે પરિગ્રહ હોય ત્યાં મોહ જરૂર હોય છે. વળી પરિગ્રહ પાપની તે ખાણ છે. એટલે પરિગ્રહને લીધે અનેક પ્રકારનાં પાપ બંધાય છે. પર
દુથન કીડા વન વિપદનું ઠાણ પરિગ્રહ માનીએ,
શેક કારણ માન મંત્રી આ પરિગ્રહ ધારીએ, કલેશ ઘર ભંડાર વ્યાકુલતા તણે જિન ધર્મને,
સાધવામાં વિશ્વરૂપ જાણી તો ઝટ એહને. પર૧ અર્થ:–વળી આ પરિગ્રહ દુર્થોન જે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન તેમને ક્રીડા કરવા માટે વન સમાન છે, એટલે જ્યાં પરિગ્રહ હોય ત્યાં જરૂર દુર્થોન રહેલા છે. તેમજ તે વિપત્તિનું સ્થાનક છે એમ જાણવું. તથા આ પરિગ્રહ શોક એટલે દીલગીરીનું કારણ છે. વળી આ પરિગ્રહ માનના મંત્રી જેવો છે, અને કલેશનું ઘર છે. તથા વ્યાકુલતા એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org