________________
૩૬૮
ગુણસમૂહેાદ્યાનમાં દાવાગ્નિ તે સળગાવતા,
સુખદાયિની શુભ શીલતા દુઃખદાયિની જ કુશીલતા,
મેક્ષપુરના બારણાને કુશીલ જન ઝટ વાસતા;
હૃદયે વિચારી ધરંગી શુદ્ધ શીલને ધારતા. ૫૧૩
અર્થ:—જે પુરૂષ પેાતાની સ્ત્રીના તિરસ્કાર કરે છે અને બીજાની સ્ત્રીને ત્યાગ કરતા નથી એટલે ખીજાની સ્ત્રી સાથે વિષયક્રીડા કરે છે તે મનુષ્ય જગતની અંદર પેાતાની અપકીર્તિને ઢાલ વગડાવે છે એટલે જગતની અંદર તેની અપકીર્તિ થાય છે, કારણકે તે દુરાચારી ગણાય છે અને તેને વિશ્વાસ પણુ કાઇ કરતું નથી. વળી પેાતાના ઉંચા ગાત્ર એટલે કુળ રૂપી વસ્રની ઉપર તે મેંસના કૂચા ફેરવે છે અથવા તે પેાતાના ઉત્તમ વંશને કલંકિત કરે છે, અને ચારિત્રના પણ જરૂર નાશ કરે છે, અને જીવલેણ એટલે જેમાંથી મૃત્યુ નીપજે તેવી આપત્તિને તે મેલાવે છે, એટલે તેના આવા વર્તનથી તેના ઉપર મનેક પ્રકારનાં દુ:ખેા આવે છે, તથા તેણે ગુણના સમૂહ રૂપી બગીચામાં દાવાનલ સળગાળ્યા છે. એટલે દાવાનલથી જેમ બગીચા બળીને ખાખ થઇ જાય છે તેમ પરસ્ત્રી લપટ પુરૂષ પેાતાના ગુણાના નાશ કરે છે, તથા મેાક્ષ રૂપી નગરના બારણાને તે પુરૂષે જલ્દી બંધ કર્યો છે, એટલે તે મનુષ્ય મેાક્ષમાં જઇ શકતા નથી. માટે શુભ શીલતા એટલે સારા આચાર અથવા સન જ સુખ આપનાર છે, અને કુશીલતા એટલે ખરાબ આચાર તે દુઃખ આપનાર છે આવું હૃદયમાં ખરા ભાવથી વિચારીને ધર્મ રંગી એટલે જિનધર્મની આરાધના કરવામાં આસક્ત ભવ્ય જીવે શુદ્ધ એટલે નિલ શીલગુણને ધારણ કરે છે. ૫૧૨-૫૧૩
શીલના પ્રભાવ જણાવે છે.—
શીલવંત સિંહાર્દિને ભય ટાળતા કલ્યાણને,
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
Jain Education International
દુરિત ટાળે મુક્તિ સુર સુખ નજીક લાવે શીલ ગુણે,
સાધતા નિજ ધર્મ પાષે પામતા યશકીર્તિને;
તેજ પામે દી જીવન સંધયણ સંસ્થાનને. ૫૧૪
અ:--શીલવાન પુરૂષા અથવા સ્ત્રીએ સિંહ વગેરેના ભયને દૂર કરે છે એટલે શીલવંતની આગળ સિંહ જેવા ક્રૂર પ્રાણીએ પણ નમ્ર થઇ જાય છે અથવા તેમને કાંઇ નુકસાન કરી શકતા નથી. વળી તેઓ પેાતાના કલ્યાણને અથવા આબાદીને સાધે છે, અને પોતાના ધર્મને પુષ્ટ કરે છે અને જશકીર્તિને પામે છે, કારણકે તેવા પુરૂષના જગતમાં ઘણા વખાણ થાય છે, અને તેએ દુરિત એટલે પાપને દૂર કરે છે, તથા તેઓ મેાક્ષનાં તથા દેવતાનાં સુખાને નજીક લાવે છે, વળી આ શીલગુણુના પ્રભાવથી દી એટલે લાંબુ આયુષ્ય
For Personal & Private Use Only:
www.jainelibrary.org