________________
દેશના ચિંતામણિ ]
મૈથુનના ચાર ભાગા તથા પુરૂષે પરસ્ત્રીને કેવી ગણવી તે વિગેરે કહે છે – ભેગ તૃષ્ણ ભાવથી સંભેગ મિથુન દ્રવ્યથી,
ચાર ભાંગા જાણવા ગુરૂરાજ કેરા સંગથી; ઉમ્મર થકી લઘુ ગુરૂ અને સરખી રમાને રંગથી,
દીકરી જનની ભગિની ગણીને ના ડગે શીલ નિયમથી. ૫૧૦ અર્થ –વિષયભેગની ઈચ્છા તે ભાવથી મૈથુન જાણવું અને સંભેગા મૈથુન એટલે વિષયેગ ભેગવવા તે દ્રવ્ય મૈથુન જાણવું, તેના ચાર ભાંગા ગુરૂ મહારાજની પાસેથી જાણવા, તે આ પ્રમાણે -૧ દ્રવ્યથી હોય અને ભાવથી હાય, ૨ દ્રવ્યથી હાય અને ભાવથી ન હોય,
દ્રવ્યથી ન હોય અને ભાવથી હોય, ૪ દ્રવ્યથી ન હોય અને ભાવથી પણ ન હોય. વ્રતધારી શ્રાવકેએ જે સ્ત્રીઓ ઉંમરમાં પોતાના કરતાં નાની હોય તે સ્ત્રીને પોતાની દીકરીના જેવી ગણવી જોઈએ, અને પિતાથી મોટી હોય તેને માતાની જેવી તથા સરખી ઉંમરવાળી હોય તેને બહેનની જેવી ગણવી. આવી ઉત્તમ ભાવનાવાળા ભવ્ય જીવો ને પણ શીલત્રતથી ચલિત થતા નથી. શ્રી ભાવના કલ્પલતામાંથી ચાર ભાંગાનું યથાર્થ વર્ણન જોઈ લેવું. ૫૧૦ શીલવંતી શ્રાવિકા પણ લઘુ ગુરૂ સમ પુરૂષને,
પુત્રાદિની જેવા ગણુને સેવતી શુભ હેતુને, ઝેર આશીવિષ સમા વિષય બધા અવધારીએ,
| દુર્ગતિદાયક ગણી તસ ભાવના પણ ઈડીએ. ૫૧૧ અર્થ:–જેવી રીતે ઉપરની ગાથામાં પુરૂષને આશ્રીને કહ્યું તે પ્રમાણે શીયલવતી શ્રાવિકાઓ પણ પિતાથી ઉંમરમાં જે નાના હોય તેને પુત્રની જેવા ગણીને અને મોટા હોય તેમને પિતાની જેવા માનીને તથા સમાન હોય તેમને ભાઈ જેવા ગણને શુભ કારણેને સેવે છે. ઉત્તમમાર્ગ તો એ છે કે બધા પ્રકારના વિષયે ઝેર તથા સર્પ સરખા દુઃખદાયી માનીને તથા દુર્ગતિમાં લઈ જનાર છે એવું માનીને તેની સેવન ન કરવી એટલું જ નહિ પણ તે વિષય સેવવાની ભાવના એટલે ઈચ્છાને પણ ત્યાગ કરવો. ૫૧૧
બે શ્લોકમાં પરસ્ત્રી ગમન કરનારા જીવોની ખરાબ સ્થિતિ વિગેરે જણાવે છે – . નિજ નારને તરછોડતે છેડે ન જે પરનારને,
અપકીર્તિ કેરે ઢોલ વગડાવ્યો જગતમાં તે જને, નિજ ગોત્ર પટ પર ફેરવ્યો કૂચો મસીનો ચરણને,
વિસાવ બોલાવતે તે જીવલેણ વિપત્તિને. ૫૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org