________________
૩૪૨
[ શ્રી વિજ્યપદ્ધતિ પાંચમાં મતિ શ્રત પણ પછી ત્રણે પ્રત્યક્ષ એ,
દેશથી બે નાણ કેવલ સર્વથી જ વિચારીએ; કરણાદિ કેરી મદદ વિણ સાક્ષાત્પદાર્થ પ્રબોધ એ,
નાણ અવધિ ભવ નિમિત્તક નિરય સુરને જાણુએ. ૪૬૦ અર્થ–પાંચ જ્ઞાનમાં મતિ જ્ઞાન અને શ્રત જ્ઞાન આ બે જ્ઞાન પક્ષ જ્ઞાન જાવાં. જે જ્ઞાન થવામાં ઈન્દ્રિયની અપેક્ષા રાખવી પડે તે પક્ષ જ્ઞાન જાણવું. બાકીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન જાણવાં. જે જ્ઞાન થવામાં ઈન્દ્રિય વિગેરેની મદદ ન લેવી પડે તે પ્રત્યક્ષ જ્ઞાન જાણવું. તેમાં અવધિજ્ઞાન તથા મન: પર્યાવજ્ઞાન એ બે દેશ પ્રત્યક્ષ જાણવાં. કારણ કે તે બે જ્ઞાન અંશથી પ્રત્યક્ષ છે અને કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જાણવું. કારણ કે તેનાથી સંપૂર્ણ જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં કરણાદિ એટલે ઈન્દ્રિય અને મનની મદદ વિના સાક્ષાત એટલે આત્માથી જ પદાર્થોનું જ્ઞાન થાય છે માટે કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જાણવું. ઈન્દ્રિયની અપેક્ષા વિના જુદી જુદી મર્યાદાથી રૂપી દ્રવ્યનું જે જાણવું તે અવધિજ્ઞાન કહેવાય. તેના મુખ્ય બે ભેદ છે. ૧ ભવનિમિત્તિક એટલે જે જ્ઞાન ભવના નિમિત્તથી થાય એટલે ભવની મુખ્યતાઓ થાય. તે નિરય એટલે નારકી અને સુર એટલે દેવતાને થાય છે. બીજું ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન જાણવું. તેનું વર્ણન આગલી ગાથામાં જણાવે છે. ૪૬૦ ગુણ નિમિત્તક અવધિના છ ભેદ મુખ્ય સ્વરૂપથી,
અવધિ જ્ઞાનાવરણ ક્ષય ઉપશમ મુણે ગુણ શબ્દથી; મનુજને તિર્યંચને તે હોય વિવિધ સ્વભાવથી,
થાય ભેદ અસંખ્ય ક્ષય શમના વિચિત્ર પ્રકારથી. ૪૬૧ અર્થ–ગુણ નિમિત્તિક અવધિજ્ઞાનના મુખ્ય છ ભેદ છે. તે આ પ્રમાણે જાણવા૧ અનુગામી, ૨ અનનુગામી. ૩ વર્ધમાન, ૪ હીયમાન, ૫ પ્રતિપાતી, ૬ અપ્રતિપાતી. અહીં ગુણ શબ્દથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ જાણુ. જ્યારે અવધિજ્ઞાનાવરણને એકલે ઉદય ચાલતો હોય ત્યારે અવધિજ્ઞાન હેતું નથી, પરંતુ જ્યારે ઉદયાનુવિદ્ધ ક્ષપશમ હોય છે ત્યારે અવધિજ્ઞાન થાય છે. આ ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન કેટલાએક મનુષ્યને અને તિર્યંચને હોય છે. પરંતુ બધા મનુષ્ય તિર્યંચને ન હોય. આ અવધિજ્ઞાનના વિવિધ સ્વભાવથી એટલે જુદા જુદા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને અને ક્ષયે પશમના વિચિત્રપણાથી અસંખ્યાતા ભેદ થાય છે. ૪૬૧ મનના વિચારે જેહથી જ જણાય ચોથું નાણું તે,
ઋજુમતિ ને વિપુલમતિ ઈમ ભેદ બે તસ જિનમતે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org