________________
૩૩૦
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત
આ ગુણે રૂચિવંત છે પાપ કરતાં પણ ડરે,
ભવ છોડવા નિત ચાહતા સંયમતણી પ્રીતિ ધરે. ૪૪૦ અર્થ –વાગ્યવંત છવ સંસાર તે એક કેદખાનું છે અને તેમાં સગાં એટલે કુટુંબી જને બંધન રૂપ એટલે બેડી સમાન છે, એમ વિચારે છે, તે સંવેગવાળા એટલે વૈરાગ્યવાન જીવની નિર્વેદની ભાવના છે એટલે સંસાર ઉપર ઉદાસીપણુની ભાવના જાણવી, વળી એ સંવેગ ગુણ વડે શ્રદ્ધાવાળા જ પાપનાં કાર્યો કરતાં પણ ભય રાખે છે, તેમને આ ભવ એટલે સંસાર ત્યાગ કરવાની ચાહના-ઈચ્છા હોય છે. અને ચારિત્ર પ્રત્યે પ્રીતિ રાખે છે એટલે ચારિત્ર ગ્રહણ કરવાના પરિણામવાળા હોય છે. ૪૪૦ મુનિવેષ ઘરમાં રાખતા નિત દેખતા સન્મુખ થતા,
સંયમ તણે બીજા જનને સત્ય વાત જણાવતા આત્મલક્ય ન ચૂકતા સવિ કર્મ કારણ છોડવા,
તીવ્ર યત્ન કરંત આ નિર્વેદવાળા જાણવા. ૪૪૧ અર્થ:–વળી એવા સંવેગ વડે સંસારથી ખેદ પામેલા અને મુક્તિની અભિલાષાવાળા હોવાથી એ નિદવાળા જીવો પોતાના ઘરમાં મુનિને વેષ રાખે છે અને તેને હંમેશાં જુવે છે, તેથી કરીને પિતાના ચારિત્ર લેવાના પરિણામ જાગતા રહે. વળી પિતાની ચારિત્ર ગ્રહણ કરવાની સાચી ઈચ્છા બીજાઓને પણ જણાવે છે, અને તેઓ આત્મલક્ષ્ય એટલે આત્માને શું સાધવાનું છે? તે બાબત લગાર પણ ભૂલતા નથી, એટલે તેઓ સં. સારી કાર્ય કરતા હોય તે પણ તેઓનું લક્ષ્ય તો આત્મહિત કરવાનું જ હોય છે, આથી કર્મ બંધ થવાનાં સર્વ કારણે છેડી દેવાને તેઓ ઘણો ઉદ્યમ કરે છે, આવા જીવોને નિદવાળા જાણવા. અર્થાત્ એવી ભાવના તે સમ્યકત્વનું નિવેદ નામનું ત્રીજું લક્ષણ જાણવું. ૪૪૧
અનુકંપાનું સ્વરૂપ જણાવે છે – ભવ સમુદ્રે બૂડતા એકેન્દ્રિયાદિક જીવની,
જોઈ પીડા ધારવી કરૂણા તથા તસ દુઃખની વાત જાણી દુઃખ ધરવું મુક્ત કરવા દુઃખથી,
શક્તિ મુજબ પ્રવૃત્તિ અનુકંપા કહી એ તત્ત્વથી. ૪૪૨ અર્થ_એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે છો આ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનુ છેદન ભેદનાદિ દુઃખ જોઈને તેમની ઉપર દયા ભાવ ધારણ કરે, તથા તેમના દુઃખની વાત જાણીને દુઃખી થવું, તેમજ તે દુઃખી જીવોને તેમના દુઃખમાંથી છોડાવવા સારૂ પિતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવો એ તત્વથી એટલે ખરેખરી અનુકંપા કહી છે. એટલે એજ ભાવ અનુકંપા તે સમ્યકત્વનું એ શું લક્ષણ છે. ૪૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org