SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૩ પરતત્ત્વ સાંભળતાં છતાં પણ શ્રેષ્ઠ આહંત તત્ત્વમાં, નિઃશંક શ્રદ્ધા જે તે આસ્તિક્ય જાણો ટૂંકમાં જે ક્ષણે સભ્યત્વે અજ્ઞાની તિહાં જ્ઞાની બને, જે વિભંગ જ્ઞાન તે પણ ધરત અવધિ સ્વરૂપને. ૪૪૩ અર્થ–પરતત્વ એટલે બીજા મતવાળાની મોટી મોટી ચમત્કારી વાત સાંભળવા છતાં પણ સર્વથી શ્રેષ્ઠ અરિહંત ભગવંતે કહેલા તત્ત્વ ઉપર જ નિઃશંક એટલે કોઈ પણ જાતની શંકા વિના જે શ્રદ્ધા એટલે તેમનાં વચન સત્ય છે એવી આસ્થા રાખવી પરતુ ડામાડેળ સ્થિતિ નહિ તે આસ્તિકને ટુંકો અર્થ જાણ. વળી સમ્યકત્વને એવો પ્રભાવ છે કે જે સમયે સમકિતની પ્રાપ્તિ થાય તે જ ક્ષણથી અજ્ઞાની જીવ જ્ઞાની થાય છે. એટલે મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન બદલાઈને અનુક્રમે મતિ જ્ઞાન અને મૃત જ્ઞાન થાય છે. અને જે મિથ્યાત્વી જીવને વિભગ જ્ઞાન હોય છે તેને સમકિત થાય ત્યારે તે વિભંગ જ્ઞાન બદલાઈને અવધિજ્ઞાન થાય છે. ૪૪૩ રાજમંદિર જેહવું શાસન ગણે જન રૂચિધરા, કુટુંબને પ્રતિપાલતા પણ ચિત્તથી ના રતિધરા ધાવના દષ્ટાન્તથી ન્યારે ગણે નિજ આત્મને, ઉપસર્ગ કેરા સમયમાં પણ ધારતા સમ્યકત્વને. ૪૪૪. અર્થ–વળી રૂચિને ધરનાર એટલે સમકિતવંત છે જિન શાસનને રાજ મહેલ સરખું ગણે છે. તેમજ પોતાના પરિવારનું પિષણ કરે છે તે છતાં ચિત્તથી એટલે ખરા ભાવથી તે કુટુંબ પ્રત્યે પ્રીતિ એટલે આસક્તિ રાખતા નથી. જેવી રીતે ધાવ માતા (બીજાના બાળકને ધવડાવનાર સ્ત્રી, જે કે પિતાના પુત્રની પેઠે બીજાના બાળકને ધવરાવે છે પરંતુ તેનું ખરૂં ચિત્ત-પ્રીતિ તો પોતાના બાળકમાં જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવે કુટુંબનું પાલન કરતાં છતાં પણ પોતાના આત્માને તેનાથી જુદો ગણે છે. અને ઉપસર્ગ એટલે દેવાદિથી કરાએલ સંકટના સમયમાં પણ પોતાના સમ્યકત્વને દઢતાથી ધારણ કરી રાખે છે એટલે બીજાના ભયથી પિતાના સમ્યકત્વ ગુણને છેડતા નથી. અહિં શ્રી જિનશાસનને રાજમહેલની ઉપમા આપી તે ઉપમાની ઘટના સંક્ષેપમાં આ પ્રમાણે (૧) જેમ રાજમહેલમાં જુદી જુદી જાતના અનેક પ્રકારના રત્ન હોય છે. તે (૨) અંધકારને દૂર કરે છે અને હેલના મધ્ય ભાગ વિગેરે પ્રકાશિત કરે છે. તેવી રીતે શ્રી જિન શાસન (રૂપી રાજમહેલ) માં રત્નની જેવા મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના ભેદ હોય છે. તે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. અને ત્રણ ભુવનને પ્રકાશિત કરે છે. એટલે ઉદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy