________________
૩ર૮
[ શ્રી વિજયપદ્યસૂરિકૃતતે અર્થ-પતે શ્રદ્ધા રહિત હોય, પરંતુ બીજાને હેતુ તથા દષ્ટાન્ત વગેરે સમજાવીને સમક્તિ પમાડે તે દીપક સમકિત કહેવાય છે, જેમ દીપક એટલે દીવો બીજાને પ્રકાશ આપે, પરંતુ પિતાના નીચે અંધારું હોય તેમ આ સમકિતવાળાને રૂચિ એટલે શ્રદ્ધા ન હોય એટલે એ બીજાને બંધ કરી સમ્યકત્વ પમાડે છે, પરંતુ પિતાને સમ્યક્ત્વ નથી, માટે આ સમકિતવાળે ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય છે, વળી આ મિયાદષ્ટિ દીપક સમ્યકવીને હેતુ દષ્ટાન્તાદિને બંધ હોય છે ને તેથી જ એ બીજાને સમજાવી સમ્યકત્વ પમાડી શકે છે, એવા પ્રકારનું આ દીપક સમ્યક્ત્વ જાણવું. ૪૩૫
કારક સમ્યકત્વ તથા સમ્યકત્વના લક્ષણ જણાવે છે – શ્રદ્ધા સહિત ચરણાદિ કરી સાધના કારક કહે,
બેધ ભજના રૂચિ અને કિરિયા નિયત ભાવે રહે સંવેગ શમ નિર્વેદ કરૂણાથી અને આસ્તિયથી,
સમ્યકત્વ ગુણ પરખાય લક્ષણ એહના તે તેહથી, ૪૩૬ અર્થ:–હવે ત્રીજા કારક સમકિતવાળાને શ્રદ્ધા હોય તે સાથે તે ચારિત્રની સાધના પણ કરે છે. આ સમકિતવાળાને વિસ્તાર બોધની એટલે હેતુ દષ્ટાન્તાદિવાળા વિસ્તૃત મૃત જ્ઞાનની ભજન છે એટલે તેવું જ્ઞાન હોય અથવા ન પણ હોય, પરંતુ રૂચિ એટલે શ્રદ્ધા તથા કિરિયા એટલે ચારિત્રની સાધના નિયત ભાવે એટલે અવશ્ય હાય છે. વળી આ સમતિ પારખવાની એટલે ઓળખવાનાં પાંચ લક્ષણ કહ્યાં છે તે આ પ્રમાણે જાણવા– ૧ પહેલું સંવેગ એટલે વૈરાગ્ય ભાવ, બીજું શમ એટલે કષાયની મંદતારૂપ સમતા, ત્રીજું નિર્વેદ એટલે સંસાર ઉપર ઉદાસી ભાવ, ચોથું કરૂણા એટલે જીવો પ્રત્યે દયા ભાવ અને પાંચમું આસ્તિક્ય એટલે આસ્થા, એ પાંચ લક્ષણોથી આ જીવ સમ્યગ્દષ્ટિ હશે એમ બીજે જીવ અનુમાન કરી શકે છે, કારણ કે સમ્યગ્દષ્ટિને એ એકાદિ લક્ષણો જરૂર હોય છે. ૪૩૬
સંવેગનું સ્વરૂપ જણાવે છે – સંસાર કેરી તુચ્છતા ને કર્મના જ વિપાકને,
હદયે વિચારત વિષય પ્રત્યે પામતા વરાગ્યને તેહ વૈરાગ્ય જે સંગ તે અવધારીએ,
કર્મફળ કરનાર પામે કર્મ કરતાં ચેતીએ. ૪૩૭ અર્થ–સંસારની તુચ્છતા એટલે સંસારના પદાર્થોની અસારતા તથા અનિત્યતા તથા કર્મના વિપાકને એટલે ઉદયને હૃદયમાં વિચારતાં ઈન્દ્રિયેના વિષે પ્રત્યે વૈરાગ્યભાવ પ્રગટે છે. એ રીતે વિષય પ્રત્યે જે વૈરાગ્ય થવો તે સંવેગ નામનું પહેલું લક્ષણ જાણવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org