________________
( શ્રી વિજ્યપદ્યસૂરિકૃત- સમ્યકત્વ મેહ ઇહાજ શ્રદ્ધા તે ક્ષાપશમિક કહે,
આપશમિકે બેઉ કરે ઉદય રેજ પણ ના રહે. ૪૩૨
અર્થ – અનંતાનુબંધી એટલે જેનાથી અનંત સંસારની પરંપરા બંધાય તેવા કોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ તથા ત્રણ પ્રકારે દર્શન મેહનીય એટલે સમક્તિ મોહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિમાંથી સમતિ મોહનીય સિવાય બીજી છ પ્રકૃતિને પ્રદેશદય હાય અને સમક્તિ મેહનીયને રસોદય હાય, તે વખતે જીવને જે શ્રદ્ધા થાય તે ક્ષાપશમિક સમ્યકત્વ જાણવું, અને જે સાત પ્રકૃતિના બંને પ્રકારના ઉદયમાંથી એટલે રદય કે પ્રદેશદય એ બને ઉદયમાંથી એકે પ્રકારને ઉદય જરા પણ હોતું નથી એટલે એ સાત પ્રકૃતિ એમાંથી કોઈ પણ પ્રકૃતિને ઉદય જ હેતું નથી તે ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. ૪૩ર
સાસ્વાદન અને વેદકનું સ્વરૂપ જણાવે છે – મિથ્યાત્વ ભાવ તણી ઘરે ને અનંતાનુબંધિના,
ઉદયે જ ઉપશમ સ્વાદ સાસ્વાદન કર્યું હે ભવિજના; સાતમાંથી ક્ષય છને સમ્યકત્વ મોહ ખપાવતાં,
ચરમ અંશ સમય વિષે સમ્યકત્વ વેદક પામતા. ૪૩૩
અથ–ઉપર કહેલ ઉપશમ સમકિતને કાલ અંતર્મુહર્ત છે, તેમાંથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિ કાલ બાકી હોય તે વખતે મિથ્યાત્વે જાય તેની પહેલાં અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉપશમ સમકિત વમતાં તેને કાંઈક સ્વાદવાળું સાસ્વાદન સમક્તિ કહેલું છે, વળી હે ભવ્ય જને ! પૂર્વે કહેલી સાત પ્રકૃતિમાંથી સમક્તિ મેહનીય સિવાય છ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય થાય અને સમકિત મેહનીય અપાવવા માંડી છે તે ખપાવતાં ખપાવતાં છેલ્લે અંશ ખપાવવાનો બાકી રહે ત્યારે જે શ્રદ્ધા ગુણ હોય તેને વેદક સમક્તિ કહેવાય છે, અને છેલ્લો અંશ અપાવે ત્યારે ક્ષાયિક સમકિત થાય છે.
૧–ર જે પ્રકૃતિનાં દલિયાંને રસ બીજી પ્રકૃતિનાં રસ રૂપે ભગવાય તે પ્રદેશદય. અહીં અનં. તાનુબંધીનાં દલિયાં અપ્રત્યાખ્યાનીય વિગેરે કષાયની સાથે ભગવાય. એટલે અનંતાનુબંધીને રસ અનંતાનબધી રૂપે ન ભોગવાય, પરંતુ અપ્રત્યાખ્યાનીય આદિ રૂપે ભેગવાય તેથી અનંતાનુબંધીનાં દલીયાને પ્રદેશદય કહેવાય. તથા મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનાં દલીયાં સમકિત મેહનીયના રોદયની સાથે ભગવાય માટે તે મિથ્યાત્વ મોહનીય અને મિત્ર મોહનીયને પ્રદેશોદય કહેવાય. અને જે પ્રકૃતિને રસ તે પ્રકૃતિ રૂપે જ ભગવાય તે રસેદય જાણુ. અહીં સમકિત મોહનીયને રસ સમકિત મેહનીય રૂપે જ ભગવાય છે માટે સમકિત મેહનીયને રદય કહ્યો. આવું સ્વરૂપ ક્ષય પશમિક સમ્યકત્વમાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org