________________
દેશનાચિંતામણિ ]
૩૨૫ અર્થ વળી આ સમકિત ક્ષે જનાર છેને મેક્ષમાં પણ હોય છે. અને એ સમક્તિ જિનકાલિક મનુષ્યને હોય છે. પરંતુ તે સિવાય હેતું નથી. એમાં ભરત ક્ષેત્રને આશ્રીને જિન સમય ક્યાં સુધી લે ? એવા પ્રશ્નના જવાબમાં જાણવું કે રાષભદેવ પ્રભુના વિચરવાના સમયથી માંડીને છેલ્લા કેવલી શ્રી જંબુસ્વામી કેવલી આ ભરત ક્ષેત્રમાં વિચરતા હતા ત્યાં સુધી જિન સમય જાણો. તેટલા વખતમાં આ ભરતક્ષેત્રના મનુષ્યને ક્ષાયિક સમકિત થાય. તેથી હાલ વર્તમાન કાળે આ ક્ષેત્રમાં ક્ષાયિક સમક્તિ કે પણ જીવને પ્રાપ્ત થાય નહિં. ૪૩૦ શરૂઆત ક્ષાયિક પામવાની નરગતિમાં નિયમથી,
ક્ષાયિક રૂચિના એક ભવ તિમ ચાર ભવ ઉત્કૃષ્ટથી; પાંચ ભવ પણ કોઈ જીવને આશ્રયીને સંભવે,
પણ હોય તેવા અલ્પ જીવે ચાર બહુના સંભવે. ૪૩૧ અર્થ:–આ ક્ષાયિક સમકિત ક્ષયે પશમ સમકિતવાળા જિનકાલીન મનુષ્યને જ થાય છે, માટે તે ક્ષાયિક પામવાની શરૂઆત એટલે ક્ષપશમ સમતિમાંથી ત્રણ કરણ વડે ક્ષાયિક સમક્તિ મેળવવાની ક્રિયાની શરૂઆત નિરો કરીને મનુષ્ય ગતિમાં જ થાય છે. અને તેની સંપૂર્ણતા ચારે ગતિમાં થાય છે. કારણ કે આવી શરૂઆત કરનાર મનુષ્ય ત્રીજા કરણમાં વર્તતે જે તે વખતે આયુષ્ય પૂર્ણ થાય તે મરીને પ્રથમ બાંધેલ ચાર ગતિમાંની ગમે તે એક ગતિમાં ઉપજે છે, અને ત્યાં તે ક્ષાયિક સમકિત પામે છે એટલે સમક્તિ મેહનીયને સંપૂર્ણ ક્ષય કરે છે જેથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ક્ષાયિક સમકિતી મનુષ્ય જે આયુષ્ય ન બાંધ્યું હોય, તે તેજ ભવમાં એક્ષે જાય છે, માટે તેને એક ભવ કહ્યો છે, અને જે આયુષ્ય બાંધ્યું હોય તે ત્રણ અથવા ચાર ભવ કરે છે. તેમાં દેવતા અથવા નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રણ ભવ થાય, અને મનુષ્ય અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો ચાર ભવ થાય, કારણ કે મનુષ્ય અથવા તિર્યંચનું યુગલીયાનું આયુષ્ય બાંધ્યું હોય તેવા મનુષ્યને ક્ષાયિક સમકિત થાય. પરંતુ સામાન્ય મનુષ્ય તિર્ય. ચનું આયુષ્ય બાંધનાર મનુષ્યને ક્ષાયિક સમકિત થતું નથી અને તે યુગલિયે મરીને અવશ્ય દેવ થાય અને ત્યાંથી મરીને મનુષ્ય થઈને મેક્ષે જાય માટે ચાર ભવ થાય, અહિં કૃષ્ણ મહારાજ વગેરેની જેવા કેઈક જીવને પાંચ ભવ પણ કહ્યા છે તેથી ક્ષાયિક સમક્તિને ઉત્કૃષ્ટથી પાંચ ભવ પણ હોય, પરંતુ તેવું કઈક જ મનુષ્યને સંભવે છે, ઘણાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચાર ભવ જ સંભવે. ૪૩૧
ક્ષાપશમિક વિગેરે બે સમ્યકત્વનું સ્વરૂપ જણાવે છે – અનંતાનુબંધી ચારે ત્રિવિધ દર્શન મોહિની,
'સાતમાંથી પ્રદેશોદય ષટ તણે જ રસદઈ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org