________________
૩૨૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃતઅધિગમ સમ્યકત્વાદિનું સ્વરૂપ જણાવે છે – આતુમુંહર્તિક એહ પ્રગટે સુગુણ સહજ સ્વભાવથી,
પદેશિક તેહ જે ગુરૂરાજના ઉપદેશથી; ક્ષાયિક ક્ષાપશમિક વેદક ઉપશમે સાસ્વાદને,
પાંચ ભેદ વિચારી ચાહો નિર્મલા સમ્યકત્વને, ૪૨૮ અર્થ એ પ્રમાણે ત્રણ કરણ કર્યા પછી અન્તર્મુહૂર્ત કાલના પ્રમાણુવાળે એ સમક્તિ રૂપી સુગુણ એટલે જીવને આત્મિક ગુણ સ્વાભાવિક એટલે ગુરૂના ઉપદેશ વિના સહેજે પ્રગટ થાય તે નિસર્ગ સમકિત જાણવું. અને બીજું ગુરૂ મહારાજના ઉપદેશથી જે પ્રગટે તે ઔપદેશિક અથવા અધિગમ સમકિત જાણવું. આ સમક્તિના (૧) ક્ષાયિક સમ્યકત્વ (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ, (૩) વેદક સમ્યકત્વ (૪) ઉપશમ સમ્યકત્વ અને (૫) સાસ્વા. દન સમ્યકત્વ એવા પાંચ ભેદ છે, તે વિચારીને નિર્મલ એટલે વિશુદ્ધ સમકિત ગુણની ચાહના રાખે એટલે હે ભવ્ય જીવો ! તમે સર્વથી પ્રથમ ક્ષાયિક સમ્યકત્વ ગુણ ઉપજે, એ પ્રયત્ન કરે. ૪૨૮
ત્રણ લેકમાં ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ વિગેરે જણાવે છેસાત પ્રકૃતિ નાશથી જે હોય શ્રદ્ધા તેહને,
જાણવું ક્ષાયિક લહે ઈગ વાર આ સમ્યકત્વને; પામ્યા પછી કાયમ રહે સાદિ અનન્ત સ્વરૂપથી,
અગિઆર ગુણઠાણે રહે એ અવિરતિ ગુણઠાણથી. ૪ર૯ અર્થ --અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તથા સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિના સંપૂર્ણ ક્ષયથી જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય તે ક્ષાયિક રામકિત કહેવાય છે. આ ક્ષાયિક સમક્તિ જીવને સંસારમાં એકજ વાર પ્રાપ્ત થાય છે અને આવ્યા પછી કદાપિ જતું નથી, પરંતુ સદાકાળ કાયમ રહે છે. અને આ સમતિવાળો જીવ ભવિષ્યમાં કેવલી થઈને મોક્ષે જાય છે. માટે આ સમક્તિ સાદિ અનન્ત સ્થિતિવાળું કહ્યું છે. એટલે પ્રથમ પ્રાપ્ત થયું ત્યારે સાદિ એટલે શરૂઆત થઈ પરંતુ હવે અનન્ત કાલ સુધી રહેવાનું છે માટે અનન્ત કહેવાય. આ સમકિત ચોથા ગુણઠાણાથી ચૌદમા અગી સુધીનાં અગિઆર ગુણસ્થાનક સુધી હોય છે. ૪ર૯ સિદ્ધિમાં પણ એહ હોવે મનુજ જે જિન સમયને,
તેહ ક્ષાયિકને લહે જિન સમય તે કયાં સુધીનો? ઋષભ વિતરણ કાળથી શ્રી અંબૂસ્વામી કેવલી,
હોય લે ત્યાં સુધી જિનસમય જાણો વળી. ૪૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org