________________
૩૨
શ્રી વિજયપાતિ
ત્યાં રહેવાનું છે માટે અનન્ત, એ પ્રમાણે સિદ્ધને સાદિ અનંત કાલ જાણ. જન્મ વિના મરણ હેતું નથી. એટલે જેને જન્મ થયો હોય તેનું જ મરણ હોય છે, જેથી સિદ્ધના જીવને તે જન્મ જ નથી તે મરણ પણ ક્યાંથી હોય? વળી જન્મ પણ શરીર હોય તેને હોય અને સિદ્ધના જીવને તે શરીર પણ હોતું નથી, માટે જન્મ પણ હોય નહિ. વળી જેને કર્મ હોય તેને શરીર હોય, પરંતુ સિદ્ધના જીવને કર્મ જ નથી તે શરીર કયાંથી હેય? વળી સિદ્ધના જીવને કર્મ નથી તેનું કારણ એ કે તેમણે સઘળાં કર્મોને ક્ષય કર્યો છે, અને નવીન કર્મ બંધના હેતુ છે નહિ, તેથી સિદ્ધના જીવોને કર્મ હોતાં નથી. જેમ બળી ગયેલા બીજને ફણગે ફૂટે નહિ તેમ સર્વથા નાશ પામેલ કર્મથી રાગ દ્વેષ ઉપજતા નથી અને રાગ દ્વેષના અભાવે કર્મ વિગેરે વિભાવના કારણે પણ સંભવતા નથી. ૪૦૪
ચાર લેકમાં સિદ્ધ શિલાનું સ્વરૂપ જણાવે છે – સવર્થ સિદ્ધ થકી ઉપર જતાં દુવાલસ જને,
ઈષ~ાભાભિધાના શ્રેષ્ઠ સિદ્ધશિલા અને સ્ફટિક જેવી સ્વચ્છતાએ ગોળ છે આકારમાં,
લાખ પિસ્તાલીસ જન પૃથુલતા લંબાઈમાં. ૪૦૫ અથ–માનિક દેના સ્થાનમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉપર રહેલ સર્વાર્થસિદ્ધનું વિમાન આવેલું છે. તે વિમાનથી બાર યેાજન ઉપર જઈએ ત્યારે ઈષ~ાશ્મારા એ નામવાળી ઉત્તમ સિદ્ધશીલા પૃથ્વી આવેલી છે. આ સિદ્ધશીલા સ્ફટિક જેવી સ્વચ્છ અથવા ઉજવલ છે. આકારમાં ગોળાકારે છે. અને તેની લંબાઈ તથા પહોળાઈ પીસ્તાલીસ લાખ
જન પ્રમાણ છે. એટલે પીસ્તાલીસ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે અને તેની ઉપર તેટલા જ પ્રમાણુવાળી સિદ્ધશિલા આવેલી છે, ૪૦૫
સિદ્ધ પ્રભુનું સ્થાન વિગેરે જણાવે છે-- ત્યાંથી ઉપરના અન્ય ગઉના એક છઠ્ઠા ભાગમાં,
ત્રણસે તેત્રીસ ધનુષ બત્રીસ અંગુલ ક્ષેત્રમાં સર્વ લેકાંતે અડીને સિદ્ધના જી વસે,
ઉજવલપણમાં તે શિલાગે ક્ષીર હિમ શિશિને હસે. ૪૦૬ અર્થ એ સિદ્ધશિલાની ઉપર બારમા એજનના અંત ભાગમાં લેકને અંત આવે છે એટલે તેની ઉપર અલેક આવેલું છે. એમાં લેક અલેકને તફાવત એ છે કે લેકમાં છ દ્રવ્ય હોય છે અને અલેકમાં એકલું આકાશ દ્રવ્ય હોય છે. આ બારમાં જનની અંદર પણ સર્વથી ઉપરને છેલ્લે એક ગાઉ છે તેના એક છઠ્ઠા ભાગ જેટલા ક્ષેત્રમાં એટલે ત્રણસે તેત્રીસ ધનુષને ૩૨ અંગુલ જેટલા ઉર્ધ્વ ક્ષેત્રમાં સર્વ સિદ્ધ ભગવાનને વાસ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org