________________
દેશનાચિતામણિ ]
૨૦૦ અર્થ:- એ પ્રમાણે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા માત્ર પણ ખરું સુખ નથી, પરંતુ અનેક પ્રકારનાં દુઃખ રહેલાં છે તે છતાં અજ્ઞાની છો સંસારમાં સુખ માને છે અને રખડયા કરે છે, કારણ કે અજ્ઞાનના ઉદયથી પોતાની સાચી સ્થિતિ સ્વરૂપ ભૂલી જાય છે તેથી એમ બને છે. જેમ પાણુ સ્વભાવથી નીચાણવાળી જમીન તરફ ઢળે છે તેમ ભવ્ય જન પણ કર્મના ઉદયથી થએલ અજ્ઞાન વડે પિતાની સ્થિતિ–મર્યાદા ભૂલી નીચા જાય છે એટલે સંસારમાં લપટાઈ વિપરીત આચરણે સેવ્યા કરે છે. તેથી જેમ પતંગીયાં દીવામાં સુખની બુદ્ધિથી અંજાઈને તેમાં પડી મરે છે તેમ સંસારી જીવે પણ દુઃખી થાય છે. ૩૯૮
કર્મનું સ્વરૂપ વિગેરે જણાવે છે – મિથ્યાત્વ અવિરતિ વેગથી કેધાદિ ચાર કષાયથી,
જે કરાએ કર્મ તે કર્યા વિના હોતું નથી, જાતિસ્મરણથી આત્મસિદ્ધિ વિવિધ ભાવે કર્મથી,
એક સુમતિ અપર વિમતિ સુખ દુઃખ પામે કર્મથી. ૩૯૯ અર્થ-મિથ્યાત્વ એટલે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર અશ્રદ્ધા. અવિરતિ એટલે પચ્ચખાણને અભાવ. યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર તથા કોધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાય એમ ચાર હેતુથી જે કરાય તે કર્મ કહેવાય છે. એટલે ઉપર ગણવેલા મિથ્યાત્વાદિ ચાર પ્રકારના હેતુઓ વડે [ કર્મવર્ગણાઓથી ઠાંસીને ભરેલા ચૌદ રાજલકમાંથી જે ] કર્મ વર્ગણાઓને આત્માની સાથે સંબંધ કરાય તે કર્મ કહેવાય છે. આ કર્મ તેના કર્તા એટલે કરનાર વિના હેતું નથી. માટે જે કર્મ છે તો તેને કરનાર એ આત્મા પણ છે. જાતિસ્મરણ જ્ઞાન (એટલે જે જ્ઞાનથી જીવ પિતાના થઈ ગએલા સંખ્યાતા ભવનું સ્વરૂપ જાણી શકે છે તેના ) થી આત્મા છેજ એમ સાબિત થાય છે. વળી એ કર્મને લીધે જીવની જુદી જુદી અનેક પ્રકારની અવસ્થી થાય છે, તે આ પ્રમાણે જાણવી કર્મના ઉદયથી એક સુમતિ એટલે સારી બુદ્ધિવાળો એટલે સમજ શક્તિવાળો થાય છે, ત્યારે બીજો વિમતિ એટલે બુદ્ધિ વિનાને અથવા દબુદ્ધિવાળે થાય છે. વળી એક સુખને ભેગવનારે થાય છે, તો બીજો દુઃખને ભેગવનારે થાય છે, આ પ્રકારની જીની વિષમ –વિલક્ષણ સ્થિતિઓ થવાનું કંઈ પણ કારણ હોવું જોઈએ. અને તે કારણ કર્મ જ છે. ૩૯૯
કર્મથી થતી વિચિત્રતાને જણાવે છે – એક હવે શેઠ બીજે દાસ રોગી નિરેગ એ,
લક્ષમી લહે છે એક પરના પ્રિય અપ્રિય ઈ દેખીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org